મતદાન જાગૃતી અભીયાન:અંકલેશ્વરની શ્રીજી વિધાલયના વિદ્યાર્થીઓએ મતદારોને જાગૃત કરવા રેલી યોજી, મતદાન માટે સમજણ પણ અપાઈ

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરની સુરવાડી સામ્રાજ્ય સોસાયટી નજીક આવેલી શ્રીજી વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા રેલી કાઢી જેમાં સ્લોગનથી લોકોને મતદાન અંગે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયોગ કરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતાં.

વિદ્યાર્થીઓ દ્વારા મતદાન માટે અનોખો પ્રસાય કરાયો
ગુજરાત વિધાનસભાની ચુંટણીઓની તારીખોની જાહેરાત થયા બાદ વહીવટી તંત્ર ખડે પગે ચૂંટણીઓની કામગીરીમાં લાગી ગયું છે. વહીવટી તંત્ર પણ રાજ્યના મહાપર્વમાં મતદારો મોટી સંખ્યામાં ભાગ લઈને મતદાન કરે તે માટે અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે. વહીવટી તંત્રના આ પ્રયાસમાં અમુક સંસ્થાઓ અને શાળાઓ પણ પોતાનું યોગદાન આપીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે કાર્યક્રમ કરી રહ્યા છે. ત્યારે વાત કરીએ અંકલેશ્વર શહેરની જેમાં અંકલેશ્વર સુરવાડી સામ્રાજ્ય સોસાયટી પાસે આવેલી શ્રીજી વિદ્યાલયના આચાર્ય આશિષ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા મતદાન અંગે મતદારોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

1 લી ડિસેમ્બરે મતદારોને મતદાન કરવા અપીલ કરાઈ
જેમાં વિદ્યાર્થીઓએ તેમની આસપાસના વિસ્તારોમા રેલી સ્વરૂપે ફરીને ઢોલ,નગારા અને ત્રાસાની ગાજ સાથે હાથોમાં ચૂંટણીના દિવસે મતદાન કરવાના સ્લોગનો અને ભારે સૂત્રોચ્ચારથી વાતાવરણ ગજવી મૂક્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ મતદારોને 1 લી ડિસેમ્બરના રોજ મતદાનના કરવા માટે સમજણ પણ અપાઈ હતી. શ્રીજી વિદ્યાલયના વિદ્યાર્થીઓના આ પ્રયાસને લોકોએ સ્વીકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...