વિદ્યાર્થીઓએ ટ્રાફિક જાગૃતિ ફેલાવી:અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સાથે લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ રેલી યોજી; વાહનચાલકોને જાગૃત કર્યા

અંકલેશ્વર2 મહિનો પહેલા

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સાથે લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ટ્રાફિક જાગૃતિ ફેલાવી હતી. વિદ્યાર્થીઓએ ભરૂચ જિલ્લા સેવા સેતુ એસપીસી અંતર્ગત જીઆઇડીસી પોલીસ સ્ટેશન મથકની મુલાકાત પણ લીધી હતી. વિદ્યાર્થીઓ પોલીસ સાથે મળી રેલી પણ યોજી વાહન ચાલકોને જાગૃત કર્યા હતા.

વિદ્યાર્થીઓએ લોકો ટ્રાફિક નિયમો અંગે માહિતગાર કર્યા
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ પોલીસ કેડેટ અંતર્ગત જીઆઈડીસી વિસ્તારમાં ટ્રાફિક અવેરનેસ જાગૃતિ માટે વાહન ચાલકોને સીટ બેલ્ટ હેલ્મેટ તેમજ મોબાઇલ પર વાત ન કરી વાહન ન હંકારો તેવી સૂચનાઓ આપવામાં આવી હતી. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ વાહન ચાલકોને પુષ્પ પણ અર્પણ કર્યા હતા. વિદ્યાર્થીઓએ ક્રાઈમ રેકોર્ડ પોલીસ સ્ટેશન ઓફિસર હથિયાર તેમજ વિવિધ પોલીસની કામગીરી અંતર્ગત માહિતગાર કર્યા હતા. સ્કૂલ લાયન ઇન્ટરનેશનલ સ્કૂલ અંકલેશ્વર પ્રિન્સીપાલ બિનોજ પિત્તામ્બર, ડ્રીલ ઇન્ટસ્ટર - મંગલ સિંગ રાઠવા, CPO- ચેતનકુમાર CPO - વૈશાલીબેન સ્ટુડન્ટ પોલીસ કેડેટ બીજા વર્ષના વિદ્યાર્થી હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...