અંકલેશ્વરના અંડાદા ગામ ખાતે ભરૂચ જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલમાં અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. જેમાં શાળાના 900થી વધારે વિદ્યાર્થીઓએ હાજર રહીને માહિતી મેળવી હતી.
વિદ્યાર્થીઓને હાલમાં નોંધાતા ગુનાઓ અંગે માહિતી અપાઈ
ભરૂચ જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ નયના વસાવા અને એએસઆઈ કનકસિંહ ગઢવી અને સ્ટાફના માણસોએ જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલના અંદાજીત 900 વિદ્યાર્થીઓને તેમની આ યુનિટ કઈ રીતે કામગીરી કરે છે, કઈ રીતે તમારું રક્ષણ કરે છે, તે અંગે માહિતી આપવામાં આવી હતી. વધુમાં 0 થી 18 વર્ષના બાળકો ગૂમ થાય, અપહરણ થાય, ભાગી જાય, નાની ઉંમરમાં પ્રેમ સંબંધમાં ભાગી જાય એવા કિસ્સામાં પોક્સો એક્ટનો ગુનો દાખલ કરવામાં આવે છે. માં બાપને વફાદાર રહેવું, શિક્ષણ મેળવવું, વ્યસનોથી દૂર રહેવું, કોઈ પણ જાતની લોભ લાલચમાં આવવું નહિ જેવી માહિતી અપાઈ હતી. આ પ્રસંગે રાજકીય આગેવાન તૃપ્તિ જાનીએ હાજરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.