તંત્રની કવાયત:યુક્રેનમાં ફસાયેલી અંકલેશ્વરની દીકરીને પરત લાવવા મથામણ

અંકલેશ્વર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર દ્વારા કરાયેલી વ્યવસ્થા અંગે પરિવાર અને જીનલને અવગત કર્યા

યુક્રેન યુદ્ધ મેદાનમાં ફસાયેલી અંકલેશ્વરની દીકરી પરત લાવવા મથામણમાં એસડીએમ અંકલેશ્વર અને જિલ્લા કલેકટર ડો તુષાર સુમેરા જીનલ માલીના ઘરે પહોંચ્યા હતા. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીની જીનલ માલી જોડે વિડીયો કોલ કરી કલકેટર વાત કરી હતી. અને ઓપરેશન ગંગા હેઠળ વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવા સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાથી પરિવાર અને જીનલને અવગત કર્યા હતા.

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પરત ન આવી શકે તેવી સ્થિતિમાં અંકલેશ્વરની જીનલ માલી ખારકીવ વિસ્તારમાં મેડિકલ કોલેજમાં 7 મી ફેબ્રુઆરીએ પહોંચી હતી. ત્યાંથી પરત ફરવું તેના માટે મુશ્કેલ બન્યું હતું. પરિવાર દ્વારા સતત્ત હિંમત આપી દીકરી દૂરથી વિડીયો કોલ કરી પરિવાર અહેસાસ કરાવી રહ્યા છે. આ વચ્ચે પિતા નવીન માલી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તેમજ જિલ્લા કલેક્ટર ને પોતાની વહાલસોઈ દીકરી અંગે અવગત કર્યા હતા. જે બાદ ખારકીવમાંથી પરત લાવવા તંત્રની કવાયત શરૂ કરી હતી.

જિલ્લાના 68 વિદ્યાર્થીઓ પૈકી 44 પરત ફર્યા
ભરૂચ જિલ્લા 68 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. તે પૈકી 44 વિદ્યાર્થીઓ ઓપરેશન ગંગા હેઠળ પરત લાવી દેવામાં છે. જેમને ઓપરેશન ગંગામાં મળેલ સહકારની પ્રશંસા કરી છે. બાકીના વિદ્યાર્થીઓ પરત લાવવા માટે આપણે એક ટીમ બનાવી ગેઝેટ અધિકારી નિમણૂક કરી છે જે તેનું ડે ટુ દે બ્રીફ મેળવી પરિવારને ચિંતા મુક્ત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. > ડૉ. તુષાર સુમેરા, જિલ્લા કલેક્ટર ભરૂચ.

અન્ય સમાચારો પણ છે...