તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હંગામો:અંકલેશ્વર નગર પાલિકાના સેનીટેશન વિભાગના શ્રમિકોની ઓચિંતી હડતાલ

અંકલેશ્વર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રોજમદારોએ પગાર વધારાના મુદ્દે ચીફ ઓફિસર પાસે પહોંચી રજુઆત કરી હતી

અંકલેશ્વર નગરપાલિકાના સેનીટેશન વિભાગના મજૂરોની એકાએક હડતાલ પર ઉતરી ગયા હતા. રોજમદારો દ્વારા પગાર ભથ્થા વધારોના મુદ્દે ચીફ ઓફિસર સમક્ષ પહોંચી રજુઆત કરી હતી. કલાકો સમજાવટ બાદ અંતે તમામ કામદારો ફરી કામે લાગ્યા હતા. સવાર થી સફાઈ કામગીરી અટકી પડી હતી.

જે બપોર બાદ પુનઃ શરૂ કરવામાં આવી હતી. સોમવાર ના રોજ ગટર લાઈન સાફ કરવાનો ઇન્કાર કરી અચાનક હડતાલ પર ઉતારી ગયા હતા. 25 થી વધુ રોજમદારો દ્વારા પગાર વધારોની માંગણી સાથે એકાએક હડતાલ પર ઉતરી ગયા હતા અને તેવો દ્વારા ચીફ ઓફિસર સમક્ષ રૂબરૂ પહોંચી રજુઆત કરી હતી. આચાર સંહિતા લાગુ પડતા અને જ્યાં સુધી નવી ચૂંટાયેલી બોડી આવી બોર્ડ મીટીંગમાં પગાર વધારા માટે નિર્ણય નહિં કરે ત્યાં સુધી વેતન નહિ વધે તેવો ચીફ ઓફિસરે ઇન્કાર કરી દીધો હતો. રોજમદારો સમજાવાય હતા જો કે તેવો દ્વારા મચક આપી ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો