અંકલેશ્વર સુરતી ભાગોળ રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક કચરામાં કપડાં ના ટુકડા માં નવજાત શિશુ ને ત્યજી દેવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. ગ્રાઉન્ડ નજીક કુતરા ઓ દ્વારા કપડાં માં વીંટાળેલા નવજાત બાળક ખેંચી ને લઇ આવ્યું હતું જે અંગે સ્થાનિક જોતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક ઓઢણી જેવા કપડાં વીંટાળેલ બાળક જીવંત છે કે મૃત તે તપાસ કરતા બાળક મૃત હોવાનું સામે આવ્યું હતું.
પ્રથમ બાળકોના મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યા હતા. બાળક નવજાત હોવાથી પોલીસે ઘટનાની ગંભીરતા પારખી તલસ્પર્શી તપાસ શરુ કરી હતી. મૃત નવજાત બાળકની માતા અને તેના પરિવારની શોધખોળ કરવા આજુબાજુના લોકોને પૂછપરછ શરુ કરી હતી. નવજાતને કુતરા તેમજ કાગડાઓએ ફાડી ખાધું હોવાનું પણ જોવા મળ્યું છે. પછી તે બાદ થયું તે અંગે પી.એમ રિપોર્ટ આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.