તપાસ હાથ ધરાઈ:અંકલેશ્વર બેંક લૂંટમાં ચોરીની બાઇકનો ઉપયોગ કરાયો, GIDC અને અવાદર ગામ નજીકથી ચોરી કરાઇ

અંકલેશ્વર4 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર માં ગત રોજ થયેલ યુનિયન બેંક ની 44.24 લાખ રૂપિયાની લૂંટ પ્રકરણ માં વપરાયેલ બે બાઈક પોલીસ ઇન્ટ્રોગેશનમાં ચોરી નું હોવાનું આવ્યું છે. ત્યારે લૂંટ ને અંજામ આપવા બિહારી ગેંગ એ જ્યાં બેંક ની રેકી કરી હતી અને બેંક ક્યારે ઓછી ભીડ મળે તેમજ રૂપિયા વધુ મળે તેવી સ્થિતિ ઝીણવટભરી વિગતો તપાસી હતી એટલું જ નહિ સૌ પ્રથમ રોડ ટચ અને લૂંટ ને અંજામ અપાઈ ઝડપી ભાગી શકાય એ માટે બેંક ની પણ પસંદ કરાઈ હતી જે બાદ લૂંટ ને અંજામ આપવા બિહાર થી તમાચા લવાયા હતા તો ભાગવા માટે ગાડી માટે ચોરી ની બાઈક નક્કી કરાઈ હતી.

જે માટે સૌ પ્રથમ ગત 31 મી જુલાઈ ના રોજ અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ પ્લોટ નંબર 8001 ની સોલિનીશ કેમિકલ કંપની ના ગેટ પાસે પવન ગુપ્તા ની હીરો સ્પેન્ડર બાઈક ની ચોરી કરી હતી જે બાદ લૂંટારુઓ એ ગત 3 ઓગસ્ટ ના રોજ ઝઘડીયા જીઆઇડીસી માં આવેલ પેપ્પી કંપની થી અવાદર ગામ રોડ પર રાત્રી ના લઘુ શંકા માટે રોડ સાઈડ બાઈક ઉભી રાખી મોહંમદ શબીર બદરુદ્દીન શેખ ની હીરો સ્પ્લેન્ડર ની ગાડી રાત્રીના 9:30 કલાકે ચોરી કરી પલાયન થઇ ગયા હતા. બંને ગાડી ની નંબર પ્લેટ કાઢી નાખી તેવો લૂંટ અંજામ આપવા રેકી સહિતની કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...