શિવ-પાર્વતીની અરાધના:આજથી અલુણા વ્રતનો પ્રારંભ, સુકામેવો10થી 15 ટકા મોંઘો થયો

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુંવારીકાઓ મનગમતો ભરથાર મેળવવા શિવ-પાર્વતીની અરાધના કરશે

મનગમતો ભરથાર મેળવવા માટે કુંવારીકાઓ અલુણા વ્રત કરતી હોય છે. આજથી અલુણા વ્રતનો પ્રારંભ થઇ રહયો છે ત્યારે સુકામેવાના ભાવમાં 10 થી 15 ટકાનો વધારો હોવાથી વાલીઓના ખિસ્સા પર ભારણ આવશે. ગૌરીવ્રતની પુર્વ સંધ્યાએ ભરૂચ તથા નર્મદા જિલ્લામાં સુકામેવાની ખરીદી નીકળી હતી. ચાલુ વર્ષે અખરોટ ,અંજીર ના ભાવ માં 10 થી 15 ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે. અંકલેશ્વરમાં ચૌટાબજાર ખાતે આવેલી કરિયાણાની દુકાનોમાં લોકોની ભીડ જોવા મળી હતી. છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે તહેવારોની સાદગી પુર્ણ રીતે ઉજવણી કરવામાં આવતી હતી.

હવે કોરોનાને લગતાં તમામ પ્રતિબંધો હટાવી લેવાયાં છે ત્યારે કુંવારીકાઓમાં ગૌરીવ્રતને લઇ અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. વેપારીઓએ પણ તેમની દુકાનોમાં સુકામેવાનો સારો એવો જથ્થો મંગાવ્યો હતો અને છેલ્લી ઘડીની ઘરાકી નીકળતાં વેપારીઓમાં પણ ખુશી જોવા મળી હતી. હવે આગામી પાંચ દિવસ સુધી કુવારીકાઓ મનગમતો ભરથાર મેળવવા માટે શિવજી અને પાર્વતીની અરાધનામાં મશગુલ બની જશે.

અન્ય સમાચારો પણ છે...