નર્મદા પરિક્રમા:પરિક્રમાવાસીઓની મદદે સામાજિક અગ્રણીઓ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા નો અંતિમ પડાવ છેલ્લા 10 દિવસથી સતત ફૂડ પેકેટનું વિતરણ શરુ કર્યું હતું. - Divya Bhaskar
હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા નો અંતિમ પડાવ છેલ્લા 10 દિવસથી સતત ફૂડ પેકેટનું વિતરણ શરુ કર્યું હતું.
  • વમલેશ્વરમાં 10 દિવસથી સતત ફૂડ પેકેટનું વિતરણ
  • પરિક્રમાના અંતિમ પડાવ પર ભારે ભીડ જામી

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે નર્મદા પરિક્રમા વાસી મદદે સામાજિક અગ્રણીઓ ફૂડ પેકેટનો ધોધ વહાવી રહ્યા છે. હાંસોટ વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા નો અંતિમ પડાવ છેલ્લા 10 દિવસથી સતત ફૂડ પેકેટ નું વિતરણ શરુ કર્યું હતું. લગાતાર દાતા દ્વારા ફૂટપેકટ ની મદદ થી જાહેરાત કરી જથ્થો આપી રહ્યા છે. વહેલી પરોઢે તેમજ સાંજે સામાજિક કાર્યકરો ની ટીમ નર્મદા સંગમ સ્થાન હોડી ઘાટ પર પહોંચી ફૂડ પેકેટનું વિતરણ કરી રહી છે.

હાંસોટ ના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા વાસીઓ હજી પણ ધારોધાર પહોંચી રહ્યા છે . 28 જેટલી હોડી ની મદદ થી રોજના 13 થી વધુ પરિક્રમા વાસી નર્મદા નદી સંગમ સ્થાન પાર કરી રહ્યા છે. ત્યારે નર્મદા સંગમ સ્થાન પર તેમજ વમલેશ્વર ખાતે રોકાણ કરતા પરિક્રમા વાસી ની મદદ કરવા જિલ્લા કલેક્ટર ડૉ. તુષાર સુમેરા ની હાકલ બાદ અંકલેશ્વર જીઆઇડીસી ખાતે દાતાઓ દ્વારા ફૂડ પેકેટ તેમજ મેડિકલ સહાય માટે આગળ આવી રહ્યા છે. અને 2-2 ફૂડ પેકેટ આપી તેમને સખાવત કરી રહ્યા છે.

જેમાં અંકલેશ્વર ના સામાજિક કાર્યકર નરેશ પુજારા, ચેતન વોરા, રાજેશ મકવાણા, જયેશ પ્રજાપતિ, કિરણ મોદી,વિજયભાઈ સુરતીયા, હસમુખભાઈ વર્દીયાની,, મીનાબેન, ઇન્દુબેન સહીત દાતા ઓ મદદ કરી રહ્યા છે. અને દિવસ દરમિયાન ફૂડ પેકેટ બનાવી સાંજે તેમજ સવારે નર્મદા સંગમ સ્થાન હોડી ઘાટ ખાતે પહોંચી સખાવત કરી રહ્યા છે. અત્યાર સુધી 10000 હજાર કરતા વધુ ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...