ક્રાઇમ / અંકલેશ્વર GIDCની કંપનીમાંથી 1.53 લાખના સામાનની તસ્કરી

Smuggling of 1.53 lakh goods from Ankleshwar GIDC company
X
Smuggling of 1.53 lakh goods from Ankleshwar GIDC company

  • ઇલેટ્રીકલ પેનલો તોડી રૂ. 5 લાખ ઉપરાંતનું નુકશાન કરી ગયા
  • PDC પ્લાન્ટ પાછળ રહેલા લોખંડની બારી તોડી તસ્કરો પ્રવેશ્યા

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:00 AM IST

અંકલેશ્વર. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એક્યુરેટ એંજીટેક લિમિટેડ કંપનીમાં ગત રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા. કંપનીના પી.ડી.સી.પ્લાન્ટ માં રહેલ લોખંડની બારી તોડી કંપનીમાં તસ્કરો પ્રવેશ્યા હતા અને અંદર રહેલ એમએસ.ના પટ્ટા 103 નંગ, એમ.એસ.રાઉંન્ડ પ્લન્જર નંગ 105, એલ્યુમિનિયમ કાસ્ટિગ બોડી 70 નંગ, બ્રાસ સ્પોર્ટ વેલ્ડીગ રોડ નંગ 3 મળી અંદાજિત 1.53 લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી ગયા  હતા. તેમજ કંપની ઇલેટ્રીકલ પેનલો તોડી પાડી હતી અને તે ઉપરાંત અન્ય સમાનને અંદાજિત 5 લાખ રૂપિયા ઉપરાંતનું નુકશાન પહોંચાડી તસ્કરો ફરાર થઇ ગયા હતા. અવારે કંપનીની દેખભર કેરેટ રાયસીંગ વળવી કંપનીમાં આવતા અંદર ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. અને આ અંગે કંપની સંચાલકને જાણ કરી તેવો જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બનાવ સંદર્ભે પીએસઆઈ ઝેડ વાય શેખ એ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી