તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વર જીઆઇડીસી વહેલી પરોઢે તસ્કરો ત્રાટક્યા:અંકલેશ્વર GIDCમાં પરોઢે તસ્કરો ત્રાટક્યાં, CCTV જોઈને ભાગ્યાં

અંકલેશ્વર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સીસીટીવી જોતાજ તસ્કરો પરત ફર્યા હતા. મકાન માલિક દુકાન પર મોબાઈલ તસ્કરો જોતા જ ધરે આવ્યા અને તસ્કરો ઘર નજીક ઉભેલા જોવા મળ્યા હતા.મોટરસાઇકલ પર આવેલા 3 ચોરો નું વહેલી પરોઢે કારસ્તાન સામે આવ્યું છે. ત્યારે તસ્કરો નજીક માં રહેલ ફોર્ચ્યુનર કાર ની ચોરી નો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસ બંદોબસ્ત પર સવાલ હતા. રાત્રી ના પોલીસ પેટ્રોલીંગ તેમજ પોઇન્ટ બંદોબસ્ત વધારવા માંગ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જલધારા ચોકડી મધુરમ બંગ્લોઝ ખાતે રહેતા અતુલભાઈ મનસુખ તન્ના સવારે 5 વાગ્યે પોતાના ઘર થી પત્ની જોડે દુકાન પર જવા નીકળ્યા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવ્યું હતું અને મોટર બાઈક પર આવેલ 3 તસ્કરો તેમના મકાનના મેઈન ગેટ ખોલી ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરના ગેલેરી પેસેજ પર પહોંચતા તસ્કરો સીસીટીવી જોતા થોડીવાર ઊભા રહ્યા હતા અને ત્યારબાદ ત્વરિત વાળા નો દરવાજો ખોલી નીકળી ગયા હતા. દરમિયાન સમગ્ર ઘટના સીસીટીવી પર અતુલભાઈ તન્નાએ પોતાના મોબાઈલ પર નિહાળતા અને ઘર તરફ પરત આવ્યા હતા અને ઘર નજીક 3 જેટલા તસ્કરો ને તેવો જોયા હતા અને ઘર માં ચેક કરતા અંદર ચોરી ના થઇ હોવાનું બહાર આવ્યું હતું જો કે વહેલી સવારે બનેલી ઘટના જોતા તસ્કરો અન્ય મકાન ને પણ નિશાન બનાવ્યું હોવાની આશંકા સામે આવી હતી. ઉપરાંત નજીક માં રહેલ ફોર્ચ્યુનર કાર ની પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને કાર નો લોક તોડવાની કોશિષ કરી હોવાની પ્રયાસ સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...