અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં ચોરી નો સિલસિલો યથાવત રહેતા અંદાડા બાદ હવે તસ્કરો એ ગડખોલ ગામ માં ધામા નાખ્યા હતા. તસ્કરો ગડખોલ ગામમાં આવેલ શ્યામધામ સોસાયટી માં રહેતા મહેન્દ્ર પ્રસાદ ના મકાન ને નિશાન બનાવ્યું હતું. મહેન્દ્ર પ્રસાદ નોકરી પર દહેજ ગયા હતા તે દરમિયાન રાત્રીના દોઢ વાગ્યા ના અડસમાં માં તસ્કરો એ તેમના ઘરના મુખ્ય દરવાજા નો નકુચા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા.
ઘર માં રહેલ 40 હજાર ઉપરાંત ની રોકડ અને અંદાજિત 2 લાખ ઉપરાંતના સોના -ચાંદી ના દાગીના લઇ ફરાર થઇ ગયા હતા. તો ગડખોલ ના જ પરિશ્રમ સોસાયટીમાં પણ બી.30 અને 31 નંબર ને તસ્કરો નિશાન બનાવ્યું હતું બી. 31 માં રહેતા ગુડેશ્વરભાઈ રાત્રી ના મકાનના ધાબા પર સુવા ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું અને રોકડ સહીત લાખો રૂપિયાની મત્તા પર હાથફેરો કરી ગયા હતા. તો 30 નંબર ના મકાન માંથી પણ તસ્કરો સમાન વેર વિખેર કરી અંદર રહેલા કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
આ ઉપરાંત આર.કે. નગર માં રહેતા રાજેન્દ્ર મિશ્રા મકાન બંધ કરી બહાર ગયા હતા તે દરમિયાન તસ્કરો તેમના મકાન ને નિશાન બનાવ્યું હતું અને ઘર માંથી કિંમતી સમાન તેમજ કપડાં ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક વિગતો મેળવી મકાન માલિકો ની ફરિયાદ આધારે ગુનો નોંધવાની તજવીજ આરંભી હતી.
અત્રે ઉલેખનીય છે. કે 2 દિવસ પૂર્વે પણ અંદાડા માં એક સાથે 3 મકાન માં તસ્કરો એ હાથ ફેરો કર્યો હતો. અંકલેશ્વર માં ગ્રામ્ય વિસ્તાર માં હાલ તસ્કરો ઉપરા-છાપરી ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે ગડખોલ-અંદાડા ગામમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેમજ રાત્રી માં ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.