બંધ મકાનના તાળાં તૂટ્યાં:અંકલેશ્વરની ગૌતમપાર્ક સોસાયટીના બંધ મકાનમાં રૂ.1.59 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરની ગૌતમ પાર્ક સોસાયટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસે FSL અને ડોગ સ્કોડની મદદ મેળવી છે
અંકલેશ્વરની ગૌતમ પાર્ક સોસાયટીમાં રહેતા નીતિન જયકાંત જાદવ પોતાનું મકાન બંધ કરી પરિવાર સાથે ભરૂચ શહેરમાં કામ અર્થે ગયા હતા. આ સમય દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા 15 હજાર તેમજ 1 લાખ 44 હજારના સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1 લાખ 59 હજારની માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતાં. આ બનાવમાં મકાન માલિક નીતિન જાદવે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ચોરીનો ગુનો નોંધીને ચોરીનો ભેદ ઉકેલવા ડોગસ્કોર્ડ અને FSLની મદદ મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...