તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:અંકલેશ્વરમાં શ્રમજવીની ઘરવખરી બળી ગઇ, ગડખોલ પાટીયા નજીક ઝુંપડા-કેબીન બળીને ખાખ

અંકલેશ્વરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

અંકલેશ્વરમાં શ્રમજવી પરિવાર ઝુંપડા સળગવાનો સીલ સીલો યથાવત જોવા મળ્યો હતો. ગડખોલ પાટીયા ખાતે ઝુંપડા અને કેબીન ભડકે બળ્યા હતા. અંકલેશ્વર પાલિકા તેમજ ડીપીએમસીની ટીમે આગ પર ભારે જહેમતે કાબુ મેળવ્યો હતો. ગડખોલ ઓવરબ્રિજ પાસે બનેલા બનાવ ની માર્ગ પર અફરા-તફરી સર્જાયા હતી. શ્રમજીવીનો ઝુંપડા રહેલ ઘરવખરી બળીનને ખાક થઇ ગઈ હતી. સદ્દનસીબે કોઈ જાનહાની નહીં સર્જાય ના હતી.

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં વોખાર્ડ કંપની તેમજ જેબી કેમિકલ કંપની પાસે શ્રમજવીના ઝુંપડા આગ માં ખાખ થયા ને હજી તેની સુધી સાહી ભૂંસાય નથી. ત્યાં હવે ગડખોલ પાટિયા પર રવિવાર ના બપોરે અચાનક કેબીનમાં આગ ભભૂકી હતી જેને જોત જોતામાં આજુબાજુ ના ઝુંપડા ને પણ ચપેટમાં લઇ લીધા હતા. કેબીન ધારક કેબીન બંધ કરી ધરે જમવા ગયો હતો તે દરમિયાન આગ ભભુકી ઉઠી હતી જે આગએ જોત જોતા માં વિકરાળ રૂપ જોવા મળ્યું હાઉ સ્થાનિક રહીશોએ ફાયર ટીમ ને જાણ કરતા અંકલેશ્વર નગરપાલિકા તેમજ ડીપીએમસી ફાયર ને જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર અર્ધા કલાક ઉપરાંત ની જહેમતે સતત્ત પાણી માળો ચલાવી કાબુ મેળવ્યો હતો.

આગ માં કેબીન માં રહેલ સરસામાન તેમજ ઝુંપડા માં રહેલ ઘર વખરી બળીને ખાખ થઇ જવા પામી હતી. આગ ક્યાં કારણસર લાગી તે અંગે જાણી શકાયું નથી પણ આગ માં ગેસનો બોટલ પણ મળી આવ્યો હતો. જયારે કેબીન ધારેક આગ કોઈ અટકચાળા તત્વો ને જાણી જોઈને લાગવી હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો