તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસામાં પુરનો ભય:આમલાખાડીમાં પ્રિ-મોન્સૂન કામગીરીના નામે માત્ર દેખાડો

અંકલેશ્વર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામગીરીમાં તંત્રએ વેઠ ઉતારતાં પર્યાવરણ પ્રેમી, સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં રોષ

અંકલેશ્વર તાલુકા અને અંકલેશ્વર શહેર હદ વિસ્તાર પાસે થી પસાર થતી આમલાખાડી માં હાલ પ્રી-મોન્સુનની કામગીરીની શરુઆત થઇ છે. વરસાદના આગમન સમયે આખરે તંત્ર જાગ્યું છે. વરસાદની સંભાવના અને આગાહીઓ વચ્ચે થઈ રહી છે જેને લઇ હવે કામગીરી માં પણ વેઠ ઉતરવામાં આવી રહ્યો છે. જે કામગીરી થઈ રહી છે એ પરિણામ લક્ષી નથી કારણ કે નાના (140) હિટાચી ફોકલેન્ડ મશીન થી કામગીરી થઈ રહી છે જે ઊંડી અને પહોળી આમલાખાડી માટે નિરર્થક છે.

જરૂરિયાત મુજબ વધુ અને ઝડપી પાણીનો પ્રવાહ વહી જાય એવી કામગીરી કરવાની છે. જયારે આ નાનું મશીન ખાડી એ કામગીરી કરવામાં અસમર્થ છે તે ફક્ત ઉપર –ઉપર જ કામગીરી કરી રહ્યો છે તે ફક્ત ઉપલી પાળા ને સુશોભિત કરવામાં જ કરવામાં સમય પસાર કરી રહ્યો છે. ભૂતકાળમાં દરેક વખતે મધ્યમ સાઈઝ (200) ના મશીનથી જ સફાઈ થતી આવી છે. પહેલી વખત નાના મસીનથી સફાઈ થઈ રહી છે જે યોગ્ય નથી.

બે દિવસ પહેલા સ્થાનિક ગામ આગેવાનોએ આ કામગીરી ની જાણકારી અને વિરોધ ટેલીફોનીક માધ્યમથી નોટિફાઇડ વિસ્તાર ના જવાબદાર અધિકારીને કરી હતી. સ્થળ પર આવી નિરીક્ષણ કરી નિર્ણય લેવાનું કહ્યું હતું જોકે કોઈ પણ અધિકારી આવ્યા નથી અને કામગીરી ચાલુ જ રાખી છે. આ સરકારી નાણા નો અને કીમતી સમય નો દુરુપયોગ થઈ રહ્યો છે.

લોકોએ ફરિયાદ કરી, અધિકારીઓ આવ્યા જ નહીં
આ બાબતે સ્થાનિક આગેવાનોએ નાયબ કલેકટર અને નોટિફાઇડ વિભાગના મુખ્ય અધિકારી ને લેખિત મ રજૂઆત પણ પુનઃ કરવામાં આવી છે. જેમાં ચાલી રહેલ કામગીરી ની નિષ્પક્ષ ત્રાહિત એજન્સી પાસે તપાસ કરવામાં આવે અને તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી નાણા ની ચુકવણી રોકવામાં આવે તેમજ સમય ઓછો હોવાથી બાકી રહેલી કામગીરી યોગ્ય મશીનો દ્વારા વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...