તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રાવણ વિશેષ:શિવજીનું શષ્ટકોણ શિવલિંગ સ્વરૂપ એટલે ચંદ્રમૌલેશ્વર

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્કંધ પુરાણ , રેવાખંડ, નર્મદા પુરાણમાં પણ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરનો ઉલ્લેખ

ભગવાન શિવનું સષ્ટ કોણ શિવલિંગ સ્વરૂપ એટલે ચંદ્રમૌલેશ્વર મહાદેવ. ભગવાન શિવ બ્રહ્મ હત્યા ના દોષ થી મુક્ત થયા હતા તે સિદ્ધનાથ મહાદેવ મંદિરની ઉત્તરે નિર્જન વનમાં આવેલા ભગવાન શિવનું અનોખું ધામ આવેલું છે. સજોદ થી દોઢ કિમી અંદર નર્મદા નદી ના પટ માં ભગવાન શિવ ચંદ્રમૌલેશ્વર સ્વરૂપે બીરાજમાન છે. સ્કંધ પુરાણ, રેવાખંડ,નર્મદા પુરાણમાં પણ જેનો ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે. તેવા ચંદ્રમૌલેશ્વર મહાદેવ ની સ્થાપના પાછળ અનેક દંતકથા રહેલી છે.

જેમાં એક કથાનક મુજબ માર્કંડ ઋષિએ ભગવાન શિવ ની આરાધના કરી અહીં સ્વયંભૂ પ્રગટેલા શિવલિંગ ની સ્થાપના કરી હોવાનું માનવા આવે છે. તો સ્કંદ પુરાણ માં સિદ્ધનાથ મહાદેવ મંદિર ના ચાર દિશામાં ભગવાન શિવ ચાર સ્વરૂપે બિરાજમાન છે. જેમાં પૂર્વ માં નાંગલ ગામ ખાતે નાગેશ્વર મહાદેવ, ઉત્તરે ચંદ્રમૌલેશ્વર મહાદેવ, પશ્ચિમ માટીએડ ખાતે માતૃકૃતિકા તીર્થ વૈદ્યનાથ મહાદેવ અને દક્ષિણમાં ભરૂડી બલાબલ કુંડ ખાતે ભરુડેશ્વર મહાદેવ બિરાજમાન છે. તો પુરાણોમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવ નો ઉલ્લેખ મયૂરેશ્વર મહાદેવ તરીકે તેના પરથી અપભ્રંશ થઈને મોરેશ્વર મહાદેવ અને હવે ચંદ્રમૌલેશ્વર મહાદેવ તરીકે ભક્તો ની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

સજોદ ના જાણીતા કથાકાર વિનોદભાઈ ભટ્ટ (શાસ્ત્રીજી )છેલ્લા 40 વર્ષથી અહીં નિયમિત ભગવાન શિવની આરાધના કરી રહ્યા છે. ગામ ટેકરા પર વસેલું છે જયારે મંદિર ગામ થી દૂર જંગલ વિસ્તાર માં છે. જ્યાં હાલ ખેતર આવેલ છે ત્યાં પ્રકૃતિ ના સાનિધ્ય માં ચંદ્રમૌલેશ્વર મહાદેવજી બિરાજમાન છે. નીરવ શાંતિ ની અનુભૂતિ સાથે ભગવાન શિવ ઉપસ્થિતિ ની અનુભૂતિ કરાવતા આ સ્વયંભૂ પ્રગટેલા ભગવાન શિવલિંગ માં વિશિષ્ટ એવા સષ્ટ કોણ શિવલિંગ સ્વરૂપે બિરાજેલા ચંદ્રમૌલેશ્વર મહાદેવ ગ્રામજનોની અતૂટ શ્રદ્ધા અને આસ્થા નું કેન્દ્ર છે.

આ અંગે જાણીતા કથાકાર વિનોદભાઈ ભટ્ટજી એ જણાવ્યું હતું કે છેલ્લા 40 વર્ષથી અહીં નિયમિત પ્રતિમાસ ની શિવરાત્રી પૂજા અર્ચના તેમજ ખાસ મહા શિવરાત્રી ને ચાર પ્રહાર ની પૂજા અન્ય ભક્તો સાથે કરું છું. ત્યારે ભગવાન ચંદ્રમૌલેશ્વર ની વધુ સમીપ હોવાની અનુભૂતિ થાય છે. ખાસ કરી ભગવાન શિવનું સષ્ટ કોણ શિવલિંગ જિલ્લા માં ક્યાંક પણ જોવા મળતું નથી. મંદિર એટલું પૌરાણિક છે કે તેનો ઉલ્લેખ અનેક ધાર્મિક ગ્રંથોમાં જોવા મળે છે. તપોભૂમિ અંકલેશ્વર માં અનેક શિવાલયો આવેલા છે.

અન્ય સમાચારો પણ છે...