તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધા:શિવજીએ બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થવા પૃથ્વી પર ભ્રમણ શરૂ કર્યું : નર્મદા તટે સજોદ નજીક થંભી ગયાં

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અહીં સ્નાન કરવાથી ચર્મ રોગ સહિત બ્રહ્મ હત્યાના દોષમાંથી પણ મુક્ત થવાની આસ્થા

અંકલેશ્વરની પશ્ચિમે 10 કિમી અંતરે આવેલા સજોદ ગામનું મહત્વ અનેરું છે.વાયુ પુરાણ રેવાખંડ 168 અનુસાર વેદપતિ બ્રહ્માજી પંચમ મસ્તક કાપ્યા પછી ભગવાન શંકર આ મહાન તીર્થના પ્રભાવથી બ્રહ્મ- હત્યા-દોષમાંથી મુક્ત થયા હતા. આ સમયે હજારો દેવો,ગંધર્વો, સિધ્ધો વગેરે હાજર થયા હતા. રેવા વગેરે પવિત્ર નદીઓમાંથી જળ લાવીને દેવનિર્મત આ કુંડમાં પધરાવ્યું હતું. ત્યારપછી શિવની પૂજા કરી શિવજીને ત્યાં સ્થાન કરાવ્યું શિવજીએ અહી ધૂર્જટિની સ્થાપના કરી હતી.

અને દેવોને તથા તીર્થને આશીર્વાદ આપી અંતર્ધ્યાન થયા હતા. જે કોઈ આ તીર્થક્ષેત્ર દેવ ખાત સ્નાન કરી રૂદ્રેશ્વર મહાદેવનું પૂજન કરે તો તેને લાગેલા બ્રહ્મ હત્યા નષ્ટ થાય છે. 250 વર્ષ પૂર્વે ગ્રામજનો દ્વારા આ રુદ્ર કુંડ ઉપરના ભાગે નવા મંદિરની સ્થાપના કરી સિધ્ધનાથ મહાદેવજીના શિવલિંગ સ્વરૂપે સ્થાપના કરવામાં આવી હતી. મંદિર ખાતે આજે પણ ખંડિત શિવલિંગ સહીત ભક્તો ઉપર આવેલ શિવજીની પૂજા કરી રહ્યા છે. મંદિર નર્મદા માતાજી, દત્તાત્રેય ભગવાન, હનુમાનજીના મંદિર પણ આવેલ છે. આજે પણ આ તીર્થ માત્ર સજોદ નહિ સમગ્ર ગુજરાત ના શિવ ભક્તો માટે આસ્થા નું કેન્દ્ર બન્યું છે.

અતિ પ્રાચીન મંદિર એવા સિદ્ધનાથ મહાદેવ જી મંદિર ખાતે મંદિર પ્રાંગણમાં આવેલ રુદ્ર કુંડ આવેલું છે અહીં તેની સ્થાપના ત્રિદેવો, દેવો ગંધર્વ ઋષિમુનિઓ દ્વારા કરાઇ હતી અહીં ભગવાન શિવ જેમ બ્રહ્મ હટીના દોષ થી મુક્ત થયા હતા તેમ ભક્તો સાચી આસ્થા સાથે કુંડમાં સ્થાન કરી ભગવાન શિવનું પૂજા કરે તો તે ચર્મ રોગ સહીત બ્રહ્મ હત્યાના દોષથી મુક્ત થયા છે. તેવી માન્યતા છે તેમ પૂર્વ સરપંચ નવનીત આહિરે જણાવ્યું હતું અને અહીં શિવરાત્રીએ 3 દિવસીય મેળો યોજવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...