તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કથાનો પ્રારંભ:શ્રાવણ માસને લઈ અંકલેશ્વરના મણિબા હોલમાં શિવ મહાપુરાણ કથા,1008 શિવલિંગની પૂજા

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 23થી 29 ઓગસ્ટમાં બપોરે કથા, સવારે 8:30થી 12.30 દરમિયાન રોજ યજ્ઞ યોજાશે

અંકલેશ્વર મણિબા હોલ ખાતે શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રાવણ માસ અનુલક્ષી ને ભગવાન શિવ હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞ તેમજ 1008 પાર્થિવ શિવલિંગ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખેરગામ વાળા જાણીતા શિવ ઉપાસક જાણીતા કથાકાર મેહુલ જાની વ્યાસપીઠ પરથી કથા રસપાન કરાવી રહ્યા છે. ધર્મપ્રેમી જનતા એ ઉઠાવ્યો હતો.

અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ મણીબા હોલ ખાતે 23 મી ઓગસ્ટ થી 29 મી ઓગસ્ટ દરમિયાન શિવ મહાપુરાણ કથા બપોરે 3.થી 6 માં કથા જયારે સવારે 8:30 થી 12.30 દરમિયાન રોજ યજ્ઞ આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ સોમવાર ના રોજ પોથી યાત્રા યોજી કરવામાં આવ્યો હતો. તો રામકુંડ મંદિર ના મહંત પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ ની વિશેષ ઉપસ્થિતિ માં કરવામાં આવ્યો હતો તેના આશીર્વચન બાદ કથા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જ્યાં વ્યાસપીઠ પર થી ખેરગામ વાળા જાણીતા શિવ ઉપાસક જાણીતા કથાકાર મેહુલ જાની કથાનું રસપાન કરાવ્યું હતું પોતાની આગવી શૈલી માં ભગવાન શિવ ની કથાનો પ્રારંભ કરી વિવિધ કથાનું રસપાન કરાવ્યું હતું. આયોજકો દ્વારા 7 દિવસ સુધી ચાલનાર શિવ ઉત્સવ એવા શિવ મહાપુરાણ તેમજ હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ માં તેમજ 1008 પાર્થિવ શિવલિંગ પૂજા માં જોડાવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...