મહિમા:અંકલેશ્વરમાં શીતળા સાતમની કોવિડ-19ની ગાઈડલાઈન સાથે શ્રદ્ધાભેર ઊજવણી કરાઈ

અંકલેશ્વર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાંધણ છઠ્ઠના દિવસે રસોઈ કરી ચુલાની પૂજા કરી, સાતમે ગરમ વાનગી બનતી નથી

અંકલેશ્વરમાં શીતળા સાતમ ની કોરોના ગાઈડલાઈન ના પાલન સાથે શ્રદ્ધાભેર ઊજવણી કરવામાં આવી હતી. છઠ્ઠના દિવસે રસોઈ કરી ચુલાની પૂજા કરી હોવાથી કોઈ પણ ગરમ વાનગી બનતી નથી. અંકલેશ્વર વાસીઓ સાતમના દિવસે શીતળા માતાની આરાધના કરી ટાઢું ભોજન આરોગ્યું હતું.

અંકલેશ્વર માં શીતળા સાતમની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી શીતળા સાતમ ના સાતમ ના આગલા દિવસે રાંધણ છઠ્ઠ કહે છે. રાંધણ છઠ્ઠના દિવસે ગૃહિણીઓ ભોજન તૈયાર કર્યા બાદ સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરી સાતમના દિવસે શીતળા માતાજીની પૂજા કરી ટાઢું ભોજન આરોગવા માં આવ્યું હતું. કોરોનાની શાંત પડેલી બીજી લહેર વચ્ચે શ્રાવણ મહિનો આવતા ની સાથે હિન્દુ સમાજ ના તહેવારો ની શરૂઆત થઇ ચુકી છે.

શ્રાવણ વદ સાતમ નો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે શીતળા માતાજીની આરાધનાનું પર્વ શીતળા સાતમની અંકલેશ્વર ખાતે ભકિતસભર માહોલમાં ઉજવણી કરાઇ હતી. શીતળા સાતમ અગાઉ રાંધણ છઠ્ઠના દિવસે ગૃહિણીઓએ ભોજન તૈયાર કરી લીધું હતું સવારે શીતળા માતાજીની પૂજા કરી ઠંડુ ભોજન આરોગવા માં આવ્યું હતું.

શાસ્ત્રોમાં થયેલા ઉલ્લેખ મુજબ છઠ્ઠના દિવસે રસોઈ કરી ચુલાની પૂજા કરી હોવાથી કોઈ પણ ગરમ વાનગી બનતી નથી.સાતમના દિવસે સવારે સ્ત્રીઓ ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે દ્રવ્યો થી શીતળા માતાની પૂજા કરવામાં આવી હતી.આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. બાળક વારંવાર માંદુ પડતું હોય તો તેને પણ માતાજી રોગમુક્ત કરી તંદુરસ્તી અર્પણ કરે છે તેવી દંત કથા જોડાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...