અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર પુરુષોત્તમ બાગ સામે આવેલા મેદાનમાં ગીતા જયંતિ નિમિત્તે વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગ દળ અંકલેશ્વર પ્રખંડ અને આરઆરએસ દ્વારા શૌર્ય યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
યાત્રામાં યુવાનોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી
ગીતા જયંતિ નિમિતે અંકલેશ્વર પ્રખંડ વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગદળ અને આરઆરએસના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના પુરુષોત્તમ બાગ સામે આવેલા વિશાળ મેદાનમાં શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજાત ગામ પાસેના પૌરાણિક બાબલા કુંડ ભરૂડીના મહંત રાજરાજેશ્વર ગીરી અને ભરૂચના મુક્તાનંદ સ્વામી વિશ્વ હિન્દૂ પરિષદના જિલ્લા મંત્રી અજય મિશ્રા, દક્ષિણ ગુજરાત પ્રાંત કાર્યકારી સભ્યો દુષ્યંતસિંહ, જીતુ ગોસ્વામી, બજરંગદળ સંયોજક દિપક પાલીવાલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ શૌર્ય સભામાં યુવાનોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.