પ્રદુષિત પાણીથી અસંખ્ય જીવોનાં મોત:ઉછાલી ગામે અમરાવતી નદીમાં કેમિકલયુક્ત પાણીના કારણે અનેક માછલાઓનાં મોત; પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો

અંકલેશ્વરએક મહિનો પહેલા

અંકલેશ્વરમાં ઉછાલી ગામ નજીક અમરાવતી નદીમાં કેમિકલયુક્ત પાણી વહેતુ થતાં અસંખ્ય માછલાંનાં મોત નિપજ્યાં છે. આ નદીમાં અનેક વખતે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતાં પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. અંકલેશ્વરમાં ચોમાસા દરમિયાન કેટલાક ઉદ્યોગો તેમના કેમિકલયુક્ત પ્રદુષિત પાણીનો વરસાદમાં બારોબાર નિકાલ કરે છે. જેના કારણે જળસ્રોતો અને જમીન પ્રદુષિત થાય છે.

નદીમાં કેમિકલયુક્ત પાણી ભળતા અનેક માછલાંઓના મોત
અંકલેશ્વરના ઉછાલી નજીક અમરાવતી નદીમાં પ્રદુષિત પાણીને કારણે અસંખ્ય માછલીઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે.આવી ઘટનાઓ બનવાના કારણે પર્યાવરણને ગંભીર નુકસાન થવા સાથે જળચરો જોખમમાં મુકાઈ રહ્યા છે. ચોમાસા દરમિયાન અમરાવતી નદીમાં ઉદ્યોગો દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવાની અનેક ફરિયાદો સામે આવે છે.હમણાં થોડાં દિવસો પહેલાં જ અંકલેશ્વરના દઢાલ ગામ નજીકથી વહેતી અમરાવતી નદીમાં રાસાયણિક પાણી ફરી વળ્યું હતું. જેને લઇ નદીમાં રહેલા અસંખ્ય માછલાંના મોત નિપજ્યા હતા.ત્યારે આજે પુનઃ ઉછાલી ગામ નજીક વહેતી અમરાવતી નદીમાં કેમિકલ યુક્ત પાણી ભળતા અસંખ્ય માછલાંઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. અમરાવતી નદીમાં આ રાસાયણિક યુક્ત પાણી ક્યાંથી આવ્યું તે તપાસનો વિષય બન્યો હતો.ત્યારે ઘટના અંગે જીપીસીબીને પર્યાવરણ પ્રેમીઓ જાણ કરી હતી.જોકે અસંખ્ય માછલાંઓના મોતના કારણે સ્થાનિકો સહિત પર્યાવરણ પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

સ્થાનિકો સહિત પર્યાવરણ પ્રેમીઓમાં ભારે આક્રોશ
ઉછાલી ખાતે મરેલા માછલા અંગેની ફરિયાદ મળતા જ સ્થળ તપાસ શરુ કરવામાં આવી છે.સ્થળ પરથી કેમિકલ યુક્ત પાણી ક્યાંથી આવી રહ્યું છે.તે દિશામાં પણ તપાસ કરાઈ રહી છે.સ્થળ પરથી સેમ્પલ લેઈને ફિશરી વિભાગને પણ જાણ કરાઈ છે. નોટીફાઈડ વિભાગને જરૂરી સૂચના પણ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...