તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ડેના ફાર્મા કંપનીમાં સફાઈ વેળા 7 કમર્ચારીને ગેસની અસર થઈ , પાઈપલાઈન લીકેજથી ભેગા થયેલા રસાયણમાં ગેસ ઉત્પન્ન થયો

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર જીઆઇડીસીની ડેના ફાર્મામાં પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ સફાઈ વેળા 7 કમર્ચારી ને ગેસની અસર સાથે ખાનગી હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યા હતા. એચ.સી.એલ પાઈપલાઈન લીકેજ સાથે ગળતર થતા ગેસની અસર થી 7 કામદારો બેભાન હાલતમાં પ્લાન્ટમાં મળી આવ્યા હતા જેમને કંપની મેનેજમેન્ટએ સારવાર અર્થે ખસેડ્યા હતા.

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ડેના ફાર્મા કંપનીમાં રવિવારના રોજ બપોરે 4 કલાકે પ્રોડક્શન વિભાગમાં કંપની કામ કરતા 7 જેટલા હેલ્પર સફાઈ કામ કરી રહ્યા હતા તે દરમિયાન ગેસની પાઇપ લાઈન લીકેજ થતા ગળતર શરુ થયું હતું જે ગેસની અસર થતા 7 કમર્ચારી ગંભીર અસર આઠે બેભાન થઇ ગયા હતા. જેમને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ અંગે કંપનીઆ કામ કરતા ડેડીયાપાડાના જીતેન્દ્ર વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આકાશ પાડવી, અજય વસાવા, રામનિવાસ, શૈલેષભાઈ, રાજકિશોર મંડલ, ગોપાલ મંડલ અને બબલુ વલી મંડલને ગેસની અસર થઇ હતી પ્રાથમિક તપાસમાં એચ.સી.એલ ગેસ લીકેજ થતા કમર્ચારીઓ ને તેની અસર થઇ હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...