પોલીસનો જાગ્રતી અભિયાન:અંકલેશ્વર ખરોડની પબ્લીક સ્કૂલમાં પોલીસ દ્વારા E-FIR અંગે સેમીનાર, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને માહિતી અપાઈ

અંકલેશ્વર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈ એફઆઈઆર સેમિનારમાં વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનોને વિસ્તૃત માહિતી અપાઈ

અંકલેશ્વર ખરોડ ગામની પબ્લિક સ્કૂલ ખાતે રૂરલ પોલીસ દ્વારા ઈ એફઆઈઆર અંગેની માહિતી આપવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સેમિનારમાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને આસપાસના ગામના આગેવાનોને હાજર રહ્યાં હતાં. જેમાં અંકલેશ્વર શહેર ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને પોલીસ ઇન્સ્પેકટર દ્વારા ઈ એફઆઈઆર અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

કેન્દ્ર સરકારે ઇ એફઆઈઆરનો પ્રારંભ કરાયો
રાજ્ય સરકાર દ્વારા વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફસ્ટ મોબાઈલ એપ મારફતે નાગરિકોના હિતમાં ઈ એફઆઈઆરની સુવિધા આપવાનો જન કલ્યાણલક્ષી નિર્ણય લઇ ગત 23 મી જુલાઈના રોજ કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ઈ એફઆઈઆર સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો હતો. આ અંગે પોલીસે જિલ્લાના દરેક નાગરિકોને ઈ એફઆઈઆર અંગે વિસ્તૃત માહિતી મળી રહે તે રીતેના સેમિનારો યોજીને કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે.

વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને માહિતી આપવા સેમિનાર
અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની પબ્લિક સ્કૂલ ખાતે ઈ એફઆઈઆર અંગેની માહિતી માટે અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતા હેઠળ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રૂરલ પોલીસ મથકના PI વી.કે.ભૂતિયા સહીત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં સ્કૂલના વિદ્યાર્થીઓ, બીએડ કોલેજની વિદ્યાર્થીનીઓ અને આસપાસના ગામોના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

ઈ એફઆઈઆર કઈ રીતે નોંધાવી શકાય છે
ઈ એફઆઈઆર ઓનલાઈન થકી વાહન ચોરી કે મોબાઈલ ચોરી અંગે ઘરે બેઠા ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે. ઇ એફઆઈઆર નોંધાયાના 48 કલાકમાં પોલીસ ફરિયાદીનો સામેથી સંપર્ક કરશે અને વાહન ચોરી/મોબાઇલ ફોન ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લઈને 21 દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રિપોર્ટ મોકલશે. ઓનલાઈન ફરિયાદ નોંધાયા અંગેની તથા તપાસમાં થયેલા પ્રગતિની જાણ પણ ફરીયાદીને ઇ મેઇલ અથવા તો એસએમએસથી કરવામાં આવશે. સાથો-સાથ પોલીસ દ્વારા વીમા કંપનીને પણ ઇ મેઇલ અથવા તો એસએમએસ દ્વારા જાણ કરાશે. જેથી ફરિયાદીને તેનો વીમા ક્લેઈમ સરળતાથી મેળવવામાં મદદરૂપ થશે.

અન્ય સમાચારો પણ છે...