તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:કેન્દ્રના પંચાયત પુરસ્કાર માટે હાંસોટની પસંદગી

અંકલેશ્વર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આગામી 24 એપ્રિલે પંચાયતી રાજના દિવસે એવોર્ડ એનાયત કરવામાં આવશે

હાંસોટ તાલુકાની દિન દયાલ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કારની જનરલ કેટેગરી માટે પસંદગી કરાયા છે. રાષ્ટ્રીય કક્ષા ના એવોર્ડ માટે પસંદગી થતા તાલુકા પંચાયત અધિકારીઓમાં ખુશી જોવા મળી હતી. કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ અને ટ્રાન્સ્ફોમેશનને લગતી યોજનાની અસકારક અમલીકરણ માટે પસંદગી કરાયા હતી. ભારત સરકારના પંચાયતી રાજ મંત્રલાય દ્વારા દેશની પંચાયતી રાજ સંસ્થાઓને સરકારની ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ ટ્રાન્સ્ફોમેશનને લગતી યોજનાઓના અસરકારક અમલીકરણ હેતુ

દેશની આવી સંસ્થાઓને ઓળખાણ કરી તેમને પ્રોત્સાહિત કરવા 24 એપ્રિલે પુરસ્કર આપવામાં આવે છે. જેની વિવિધ શ્રેણીઓ પૈકી પંચાયત સ્તરે વિવિધ સેવાઓ અને સાર્વજનિક વસ્તુઓના વિતરણમાં સુધારા ની દિશામાં દિન દયાલ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર (જનરલ) માં વર્ષ 2019-20 માટે ગુજરાત રાજ્યમાં મધ્યવર્તી પંચાયતી રાજ સંસ્થા તરીકે ભરુચ જિલ્લાનો હાંસોટ તાલુકો પસંદગી પામ્યો છે.

ભરૂચ જિલ્લા વિકાસ અધિકરી ના માર્ગદર્શન હેઠળ નાયબ વિકાસ અધિકારીના વડપણ હેઠળ તેમજ તાલુકા વિકાસ અધિકારી હાંસોટના નેતૃત્વમાં તાલુકામાં પારદર્શક વહીવટ કેળવાય, સ્થાનિક રાજકીય પ્રતિનિધિત્વ ની સાથે સાથે વાંછિત વર્ગો ના વિકાસ અને મહિલા સશક્તિકરણ દિશામાં સરકારની યોજનામાં આવાસ, ,હળપતિ આવાસ યોજના, વંચિતો અનુસૂચિત જન-જાતિ ના કલ્યાણ હેતુ વનબંધુ કલ્યાણ યોજના , પી.એમ કિસાન યોજના, નાણાપંચ તેમજ મનરેગા અધિનિયમ અંતર્ગત ગ્રામીણ ક્નેટિવિટી, બ્લોક પેવરઇ, પીવાનું સ્વચ્છ પાણી , પ્રિ-શિક્ષણ, પોષણ અને બાળ આરોગ્ય વિકાસ માટે આંગણવાડી કેન્દ્રો , સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય અને ધન -પ્રવાહી કચરા આ નિકાલ દ્વારા ગ્રામીણ સેનીટેશનનું અસર કારક અમલીકરણના કરવામાં આવું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો