પાણીની બચત:પાણીનો બગાડ અટકાવવા પાલિકા પ્રમુખનું સર્ચ

અંકલેશ્વર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરના પંચાટી બજાર, વ્હોરવાડ વિસ્તારના મકાન ધારકો પાણી બગાડ અટકાવવા તાકીદ

પાણીનો બગાડ અટકાવવા પાલિકા પ્રમુખ દ્વારા નવતર અભિગમ કરતા જાતે જ સ્થળ મુલાકાત લઇ લોકો પાણી બગાડ કરતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા અને પ્રાથમિક પાણી બગાડ અટકાવવા તાકીદ કરી હતી છતાં પણ પાણી બગાડ જોડાણ ધારક કરે તો પાણીના કનેકશન કાપી નાખવાની સ્પષ્ટ સૂચના વોટર વર્કસ વિભાગને આપવામાં આવી હતી.

છેલ્લા 2 દિવસથી પંચાતી બજાર સાંઈ મંદિર વિસ્તારમાં પાણી ના થઇ રહેલા વ્યય અને ભક્તો ની આસ્થા ને લગતી ઠેસ બાબત ની પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. તો આ બાબતે પાલિકા વિભાગ માં પણ જાણ કરવામાં આવતા પાલિકા પ્રમુખ વિનય વસાવા, ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાઈ, યોગિતા બેન શાહ, જ્યોત્સના બેન રાણા,ચેતનભાઇ ગોળવાળા, પૂર્વ સભ્ય જનક શાહ તેમજ પાલિકા વોટર વર્કસ ઈજનેર પંકજ મોદી,

સેનીટેશન ઇન્સ્પેક્ટર રઘુવીર સિંહ મહિડા અને જયેશ સોલંકી સહીત કર્મચારીઓ ની ટીમ દ્વારા પંચાતી બજાર, વોરવાડ , જૈન દેરાસર ગલી, પંચાતી બજાર થી અંતરનાથ મહાદેવ રોડ પર મકાન ધારકો પાણી બગાડ અટકાવવા તાકીદ કરી હતી. પ્રાથમિક ઘર ઘર જઈ મૌખિક સૂચના આપી આપી હતી. સૂચના બાદ પણ પાણી બગાડ ના અટકે તો નળ કનેક્શન કાપવાની તાકીદ કરાઈ હતી. આ અંગે વધુ માહિતી આપતા પાલિકા પ્રમુખ વિનય વસાવા એ જણાવ્યું હતું કે પાણીનો વધારે પડતો બગાડ થઇ રહ્યો હોવાની ફરિયાદ મળતાં સર્ચ કરવામાં આવ્યું છે.

ઉકાઈ નહેર બંધ રહેતા પાણીનો બગાડ અટકાવવો જરૂરી
25 ડિસેમ્બરથી ઉકાઈ જમણા કાંઠા વિસ્તાર ની નહેર સમારકામ ને લઇ બંધ કરવામાં આવી છે. 30 દિવસ સુધી નહેર બંધ રહેવાની છે. આ વચ્ચે પાલિકા દ્વારા લોકો પૂરતું પાણી મળી રહે તે માટે વિના કાપ એ પાણી આપવાનું આયોજન કર્યું છે આ વચ્ચે પાણી બગાડ અટકાવા માટે પાલિકા દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...