તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે વર્લ્ડ વેટલેન્ડ ડે:અંકલેશ્વરનાં 15 ગામોના તળાવમાં સર્ચ, વિદેશી પક્ષી સ્થાનિક પ્રકૃતિ પર રીસર્ચ

અંકલેશ્વરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રથમ તબક્કામાં NGOના સભ્યો દ્વારા શહેરના વિવિધ જળવિસ્તારોનું નિરીક્ષણ કરી અભ્યાસ કર્યો હતો

આજે “વર્લ્ડ વેટલેન્ડ ડે” અંકલેશ્વર પેરેડાઇઝ ઇન્ડિયા ગ્રુપ ના સભ્યો અંકલેશ્વર 15 થી વધુ ગામો તળાવમાં સહીત પ્રકૃતિ અંગે ગમન કરી માહિતી એકત્ર કરી હતી. વિદેશી પક્ષી તેમજ સ્થાનિક પ્રકૃતિ ના વાતાવરણ અંગે રિસર્ચ કરી વર્લ્ડ વેટલેન્ડ ડે ઉજવણી કરી હતી. ઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ જેવી કુદરતી બદલાવો ના ભણકારા વાગી રહ્યા છે દિવસે-દિવસે મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સંતુલન બગડી ગયું છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે અંકલેશ્વર શહેર એશિયાની સૌથી મોટી ઓધોગિક નગરીની નામના મેળવી છે શહેરમાં સૌથી મોટો વિકટ પ્રશ્ન પ્રદૂષણનો છે.

પર્યાવરણ સુરક્ષા અને જીવદયા પ્રેમીઓ પેરાડાઇઝ ઇન્ડિયાના એનજીઓના સભ્યો દ્વારા 2 ફેબ્રુઆરી “વર્લ્ડ વેટલેન્ડ ડે” તરીકે ઉજવવામાં આવ્યો હતો. અને એ માએ તેમના દ્વારા વેટલેન્ડ એએવા વિસ્તાર છે, જ્યાં પાણી ,પર્યાવરણ અને તેનાથી સંકળાયેલ વનસ્પતિ અને પ્રાણીઓના જીવનને નિયંત્રિત કરવા માટેનું પ્રાથમિક પરિબળ છે. પ્રથમ તબક્કામાં એનજીઓના અમિત રાણા, હિરેન પ્રજાપતિ દ્વારા શહેરના વિવિધ જળવિસ્તારો, અને તળાવનું નિરીક્ષણ કરી અભ્યાસ કર્યો હતો. નીલ સરખેડી અને અભિષેક પટેલ દ્વારા વેટલેંડ્સ ના પ્રવાસી પક્ષીઓ અને નિવાસી પક્ષીઓને ફોટોગ્રાફી કરી હતી.

અભ્યાસમાં છાપરા ,સુરવાડી,નાંગલ, જૂના દીવા, સેંગપુર તળાવની મુલાકાત કરી ત્યાની જીવસૃષ્ટિ અને પાણીની ગુણવત્તા સારી જણાય આવી હતી. જીતાલીના તળાવનું પાણીનું સ્તર નહિવત પ્રમાણમાં હતું. દેઢિયા તળાવ માનવસર્જિત પ્રદૂષણને કારણે થતી જળકુંભી નામની વનસ્પતિ ના કારણે અન્ય જીવસૃષ્ટિ પણ વિનાશના આરે ઉભી છે. છાપરા જેવા વિસ્તારમાં પક્ષીઓની સંખ્યા ભરપૂર પ્રમાણમાં છે. જેમાં કિંગફિશર, ગ્રેટર કોર્મોંટ ,પોંદ હેરોન,ગ્રેટર એગરેટ, વ્હાઇટ થ્રોટેડ કિંગફિશર ,ગ્રીન બી ઈટર, રિવર ટર્ન જેવા પક્ષીઓની જોવા મળ્યા હતા.

વર્લ્ડ વેટલેન્ડ ડે ઉજવણી ક્યારે થી શરૂ થઇ
બીજી ફેબ્રુઆરી વર્લ્ડ વેટલેન્ડ ડે કરવામાં આવે છે. આ દિવસે 2 ફેબ્રુઆરી,1971 ના રોજ ઈરાનના રામસર વેટલેન્ડ પરના રામસર કન્વેન્શન ને અપનાવ્યો હતો. 2021 માં આજના વેટલેન્ડ દિવસની “વેટલેન્ડ અને પાણી” ની થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો.

વેટલેન્ડનું મહત્વ ?
પૂરના પાણી ની ગતિ ધીમી કરે છે. આજીવિકા પુરી પાડે છે. નિવાસ્થાન પૂરો પાડે છે. ઈકો ટુરિઝમ અને પરિવહનની ભૂમિકા ભજવે છે.

વધતી જતી વસ્તીને રોકી વેટલેન્ડનું સંચાલન કરવું મુશ્કેલ
બિન આયોજીત શહેરીકરણ, માનવસર્જિત પ્રદૂષણ અને વધતી જતી વસ્તીને રોકી વેટલેન્ડનું સંચાલન, તેનું અમલ અને દેખરેખની દ્રષ્ટિએ સંકલિત અભિગમ લાવવાની જરૂર છે. વેટલેન્ડ એ આપના શહેર માટે એક દુર્લભ છે માટે ઇકો ટુરિજમ દ્વારા વિકાસ કરવું જરૂરી છે. આમ યુવા પેઢી જાગૃત થઈ અને પર્યાવરણની સુરક્ષામાં સહભાગી થાય તેવી ભાવના સાથે આજનો વેટલેન્ડ દિવસ ઉજવવામાં આવ્યો. હતો.માનવસર્જિત નિર્માણને લીધે વિવિધ પર્યાવરણ સમસ્યાઓ ઊભી થઈ છે.વધુ વસ્તી અને બાંધકામને કારણે પર્યાવરણીય સંરક્ષણ માં ઘટાડો થયો છે તે માટે વેટલેન્ડ જેવા પ્રાકૃતિક ધરોહરને ગુમાવીએ તે પહેલા આપણી આવી સમસ્યાને ઓળખવી જોઈએ. - અમિત રાણા, એન.જી.ઓ અંકલેશ્વર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો