તંત્રને સજ્જ રહેવાની સૂચના:અંકલેશ્વરમાં બચાવ કામગીરી માટે SDRFની ટીમ તૈનાત કરાઇ

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જલારામ મંદિર ખાતે ટીમનું રોકાણ
  • જરૂર પડયે મદદમાં હાજર થઇ જશે

ભરૂચ જિલ્લાનાને રેડ એલર્ટ જાહેર કરતા જિલ્લા નું તંત્ર એલર્ટ બન્યું છે અને વરસાદી પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે તાલુકા તંત્ર ને સજ્જ રહેવાની સૂચના ઓ આપવામાં આવી છે ત્યારે અંકલેશ્વર તાલુકા માં સતત વરસી રહેલા વરસાદને પગલે નદી નાળા છલકાયા જળ બંબાકાર ની પરિસ્થિતિ નું નિર્માણ સર્જાયું છે.

વરસાદી આફત અને સંભવિત પુરની પરિસ્થિતિ તેમજ દુર્ઘટનાને પહોંચી વળવા માટે 40 જવાનોની એક એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે.જલારામ મંદિર ખાતે તૈનાત એસડીઆરએફની ટીમના જવાનોએ નીચાણ વાળા વિસ્તારો તેમજ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ટીમના એ.એસ.આઈ જીતેન્દ્ર ભાઈ ગામીત એ જણાવ્યું હતું કે વાલિયાથી ટીમ આવી છે જે સંપૂર્ણ સજ્જ છે.

અંકલેશ્વરના 13 ગામોને સાબદા કરાયાં
નર્મદા નદી ની ભયજનક સપાટી 24 ફૂટ છે ત્યારે હજી પાણીની આવક ચાલુ રહેતા બોરભાઠા બેટ, બોરભાઠા, સક્કરપોર, ધંતુરીયા, પુનગામ, હરિપુરા, દિવા, દીવી, માંડવા બુઝુર્ગ, કાંસીયા, છાપરા અને તરીયા ગામ ના તલાટી ને ગામ ખાતે સ્ટેન્ડ બાય રહેવા તાકીદ કરી છે. અને નર્મદા નદી ના વધતા જળસ્તર અંગે પંચકેશ કરી સ્થિતિ નો રિપોર્ટ કરવા પણ તાકીદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...