ભાસ્કર વિશેષ:આમલાખાડીને ઓવરફલો થતી રોકવા માટે નડતરો દૂર કરવા SDMએ આદેશ કર્યો

અંકલેશ્વર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર ચોમાસામાં આમલાખાડીના પાણી શહેરી વિસ્તારમાં ફરી વળતા પુરની સ્થિતી ઉદભવે છે

અંકલેશ્વરમાં ચોમાસામાં આમલાખાડી ઓવરફલો થવાને કારણે સર્જાતી પુરની સ્થિતિને રોકવા માટે તંત્ર અત્યારથી એકશનમાં આવી ગયું છે. અંકલેશ્વર નજીકથી પસાર થતી આમલાખાડી દર વર્ષે ચોમાસામાં ઓવરફલો થતી હોવાથી ચાલુ વર્ષે આ સમસ્યાના નિરાકરણ માટે તંત્ર અત્યારથી એકશનમાં આવી ગયું છે.

આમલાખાડી તેમજ એમ.એસ.29 કાંસના વરસાદી પાણી નિકાલ નો સર્વે કરી સંબંધિત વિભાગ ને જરૂરી સૂચના આપવામાં આવી છે. ફ્રેટ કોરિડોર સાઈડ અને એક્સપ્રેસ વે સાઈડ પર પાણીનો ભરાવો ન થાય તે માટે નાના પાઇપો નાંખવાની સુચના આપવામાં આવી છે.

અંકલેશ્વરના એસડીએમ નૈતિકા પટેલ, ટીડીઓ ધવલ પટેલ, મામલતદાર કરણસિંહ રાજપુત સહિતના અધિકારીઓએ આમલાખાડી તથા આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી હતી. એસ.ડી.એમ નૈતિકા પટેલએ જણાવ્યું હતું કે હાલ સ્થળ મુલાકાત કરી સર્વે કરાઈ રહ્યો છે.

જ્યાં જ્યાં પાણીનો નિકાલ અવરોધવાનો શક્યતા રહેલી છે તે અવરોધો દૂર કરવા સંબંધિત વિભાગને સુચના આપી દેવામાં આવી છે. ફ્રેટ કોરિડોર સાઈડ અને એક્સપ્રેસ વેના અધિકારીઓને પણ પાણીનો ભરાવો ન થાય તે જોવા અને પાણીનો ભરાવો થાય તો નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવવા સુચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...