કાર્યવાહી:અંકલેશ્વરની અંસાર માર્કેટમાં જેમ્સ ટ્રેડર્સમાંથી ભંગાર જપ્ત

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ ટ્રેડર્સના સંચાલકની અટકાયત કરી
  • 45 હજારનો એસએસનો ભંગારનો જથ્થો ઝડપાયો

અંકલેશ્વરની અંસાર માર્કેટ માં જેમ્સ ટ્રેડર્સ નામની ગોડાઉન માંથી ભરૂચ એલસીબી પોલીસે રૂપિયા 45 હજાર ઉપરાંત ના એસએસ ના ભંગાર સાથે સંચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગતો અનુસાર ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તાર માં પેટ્રોલિંગ માં તે દરમ્યાન અંસાર માર્કેટ માં આવેલ જેમ્સ ટ્રેડર્સ નામના ગોડાઉનમાં એસએસની પ્લેટો અને એસએસનો ભંગાર હોવાની મળેલી માહિતી ના આધારે રેડ કરી હતી એલસીબી પોલીસે તપાસ કરતા ગોડાઉન માંથી એસ એસ ની પ્લેટો અને એસએસ નો અન્ય ભંગાર મળી આવ્યો હતો

પોલીસે ગોડાઉન ના સંચાલક કમીલ જમાલ ચૌધરીને ભંગાર ના જથ્થા અંગે પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહિ આપતા તેની અટકાયત કરી રૂપિયા 45 હજાર 400ની કિંમતનો એસએસનો ભંગાર કબ્જે કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથક માં ફરિયાદ દર્જ કરાવી હતી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...