વર્ગખંડોમાં શિક્ષણ કાર્ય પૂનઃ શરૂ:અંકલેશ્વરમાં દિવાળીના મીની વેકેશન બાદ ફરી આજથી શાળાઓ શરૂ, વિદ્યાર્થીઓની કિલકીલીયારીઓથી વર્ગખંડ ગુંજ્યા

અંકલેશ્વર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર નગરમાં દિવાળીના મીની વેકેશનની રજાઓ પૂર્ણ થતાં ફરી આજથી શાળાઓ શરૂ થઈ ગઈ છે. આજથી ફરી 'સ્કૂલ ચલે હમ'ના નાદ સાથે વર્ગખંડોમાં શિક્ષણ કાર્ય પૂનઃ શરૂ થયું છે. દિવાળી વેકેશનમાં સુની પડેલી શાળાઓમાં બાળકોની કિલકીલીયારીથી માહોલ ગુંજી ઉઠ્યો હતો.

નવી ઉર્જા સાથે ફરી શિક્ષણ કાર્ય શરૂ
અંકલેશ્વર નગરમાં કોરોના કાળની ઓનલાઈનના શિક્ષણ બાદ શરૂ થયેલી શાળાઓમાં દિવાળીનું મીની વેકેશન પડતાં મોટાભાગના બાળકો મોસાળ પક્ષમાં કે અન્ય બહારગામ ઉપડી જઈને દિવાળીની રજાઓનો ભરપૂર આનંદ માણ્યો હતો. બાળકોએ પોતાના પરિવાર સાથે આનંદ, કિલ્લોલ સાથે દિવાળીની રજાઓ માણી દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરીને આજે ગુરુવાર 10મી નવેમ્બરથી શરૂ થયેલી શાળાઓમાં નવી ઉર્જા સાથે હવે ફરી શિક્ષણ કાર્યમાં જોતરાય ગયા છે.

સુની પડેલી શાળાઓ ફરી ગુંજી
વાલીઓ અગાઉથી પોતાના બાળકોને સ્કૂલે મુકવા માટે સ્ટેશનરીની દુકાનોમાંથી જરૂરી શિક્ષણ સામગ્રી સહિતની ખરીદીની તૈયારી કરી હતી. આજે મોટાભાગની માતાઓ પોતે વહેલા ઉઠી બાળકોને સ્કૂલ બેગ અને નાસ્તાં સાથે તૈયાર કરીને સ્કૂલ જવા માટે આવતાં સ્કૂલ વેન સહિતના વાહનોમાં બાળકોને સ્કૂલે ભણવા મોકલ્યા હતા. કેટલાક દિવસોથી વિદ્યાર્થીઓ વગર સુની પડેલી શાળાઓના વર્ગખંડ વિદ્યાર્થીઓની કિલકીલીયારીઓથી ગુંજી ઉઠી હતી. જ્યારે કેજી અને નર્સરીમાં ભણતા નાના ભૂલકાઓ કોઈક રડતાં અને અમુક હસતાં નજરે પડ્યા હતા. જ્યારે બાળકો શાળામાં હાજર થઈ જતાં તમામ વર્ગખંડમાં શિક્ષકોએ શિક્ષણ કાર્ય શરૂ કરું હતું.

અન્ય સમાચારો પણ છે...