સમસ્યા:હાંસોટમાં મહિલાઓને સરપંચે રોકડું પરખાવ્યું; અરજી કરવી હોય ત્યાં કરો

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નળમાંથી ગંદુપાણી આવતા લોકોમાં રોષ ફેલાયો છે. - Divya Bhaskar
નળમાંથી ગંદુપાણી આવતા લોકોમાં રોષ ફેલાયો છે.
  • ભાટવાડ વિસ્તારમાં ગંદંુ પાણી આવતાં સ્થાનિકો રજૂઆત કરવા માટે ગયા હતા

હાંસોટના ભાટવાડ - રાજાલાલનો ચકલો - પાલ ફળીયુ - વિસ્તારના આશરે 40 થી 50 જેટલા રહીશો દ્વારા પ્રથમ ગ્રામ પંચાયત ની કચેરી એ ત્યારબાદ તાલુકા પંચાયત કચેરીમાં હલ્લો બોલાવ્યો હતો. સ્થાનિક રહીશો એ રજુઆત માં જણાવ્યા મુજબ નળમાંથી પાણી આવે છે તો પ્રથમ પંદર મિનિટ સુધી તો કાળુ ડહોળું પાણી જ આવે છે. સ્થાનિકો રજુઆત કરી હતી કે નળ ના જોડાણની પાઇપલાઇન તુટી હોઈ શકે છે અને ગટર નું પાણી તેમાં ભળી જતું હશે.

જે લોકો ના સ્વાસ્થ્ય ને ખરાબ કરી શકે છે. આ ગટર નું પાણી ગટર ના ખુલ્લા ઢાંકણા મારફતે બહાર રસ્તા ઉપર આવી જતાં ત્યાં જાણે તળાવ જેવું ભરાઇ રહે છે અને ખૂબ દુર્ગંધ મારે છે જેથી મચ્છરોનો પણ ત્રાસ સહન કરવો પડે છે. આ બાબતે બે માસ અગાઉ પંચાયત માં અરજી આપવામાં આવી હતી. પણ કોઈ કાર્યવાહી ન થતાં આખરે લોકોને રસ્તા પર ઉતરવાની ફરજ પડી હતી.

પંચાયત માં તલાટી ને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે આ ગટર ની જવાબદારી અમારી નથી આ તો જિલ્લા પંચાયત ની છે અમારી પાસે કોઈ સાઘન નથી જ્યારે સરપંચ હીનાબેન ને ગ્રામજનો એ ટેલિફોન સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે તમારે જ્યાં અરજી કરવી હોય ત્યાં કરો તમારું કામ નહીં થાય. જેવા ઉદ્ધતાઈ ભર્યું જવાબ લઇ લોકોમાં રોષ ફેલાયો હતો. ગ્રામજનો એ વધુ રોષ ઠલવાતા જણાવ્યું હતું કે જો આ ગ્રામ પંચાયત નું કામ નથી તો અમારે હવે જિલ્લા પંચાયત પાસે જવાનું ? આ વિસ્તારમાં સફાઈ કરવા પણ કોઈ આવતું નથી.

અન્ય સમાચારો પણ છે...