સહકારી મંડળીની ચૂંટણી કરવા માગ:અંકલેશ્વરના કોંગી અગ્રણી સંદીપ માંગરોલા પોલીસ મથકની બહાર જ આંદોલન પર ઉતર્યા

અંકલેશ્વર14 દિવસ પહેલા
  • કલેકટર કચેરીએ અન્ન ત્યાગ સાથે ઉપવાસ પર ઉતરતા પહેલાં અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે તેમની અટકાયત કરી

વાલિયા સહિતની સહકારી સંસ્થાઓમાં ચૂંટણીઓ કરાવવાની માંગ સાથે પૂર્વ ચેરમેન અને કોંગી અગ્રણી સંદીપ માંગરોલાએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની શરૂઆત કરે તે પહેલા જીઆઇડીસી પોલીસે અટકાયત કરી હતી.

સંદીપ માંગરોલા આંદોલન કરે તે પહેલાં તેમની અટકાયત કરાઈ
વાલિયા તાલુકાના વટારીયા ગામ નજીક આવેલી શ્રી ગણેશ ખાંડ ઉધોગ સહકારી મંડળી તેમજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાલિયા ધી તાલુકા ખરીદ વેચાણ સંઘ, વાલિયા પ્રભાત સહકારી જીન સહિતની સહકારી સંસ્થાઓમાં ચૂંટણીઓ કરાવવાની માંગ સાથે પૂર્વ ચેરમેન અને કોંગી અગ્રણી સંદીપ માંગરોલાએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની કરવાની ચીમકી આપી હતી. જેને લઈને તેઓ આજે સવારથી ભરૂચ કલેક્ટર કચેરી ખાતે અન્ન ત્યાગ સાથે ઉપવાસ ઉપર ઉતરવાના હતા. જોકે તેઓ આંદોલનની શરૂઆત કરે તે પહેલા જીઆઇડીસી પોલીસે તેમની અટકાયત કરી હતી.

કોઈકના ઈશારે ચૂંટણી નહિ કરાતી હોવાના આક્ષેપ
સમગ્ર બાબતોને લઈ સંદીપ માંગરોલા આક્ષેપો કરતાં જણાવ્યુ હતુ કે, અનેકવાર ચૂંટણીઓ કરાવવા લેખિત અને મૌખિક રજૂઆત કરી છે તેમ છતાં કોઇકના ઈશારે ચૂંટણીઓ થતી નથી. વધુમાં સહકારી ક્ષેત્રને ગળે ટૂંપો આપવાનું બંધ કરો અને અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકશાન માટેનું સહાયની કાર્યવાહી કરો તેવી માંગ કરી હતી.

તેઓ પોલીસ મથકની બહાર જ આંદોલન ચાલુ કર્યું+
પોલીસે ભલે મને કલેકટર કચેરીની બહાર ઉપવાસ પર બેસતા અટકાવ્યો હોય પરંતુ જ્યાં સુધી તંત્ર પાસેથી સંતોષકારક જવાબ નહિ મળે હું પોલીસ સ્ટેશનમાં પણ અન્નનો ત્યાગ યથાવત રાખી લડત ચાલુ રાખીશ.

અન્ય સમાચારો પણ છે...