અક્સ્માત:સજોદના યુવાનનું નાંગલ પાસે કારની ટક્કરે મોત, ચાલક ફરાર

અંકલેશ્વર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જીઆઇડીસી વિસ્તારમાં ધંધાર્થે ગયેલા યુવાનને અકસ્માત નડ્યો

અંકલેશ્વરના નાંગલ અને પુનગામ વચ્ચે કાર ચાલકે ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. સજોદનો ઈસમ જીઆઇડીસીથી પોતાના રોજિંદા ધંધા પરથી પરત ફરી રહ્યો હતો. તાલુકા પોલીસે અકસ્માત સર્જી ફરાર થયેલા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ આરંભી હતી.

સજોદ ખાતે રહેતા અશોક વાંળદ અંકલેશ્વર જીઆઇડીસીમાં હેર સલૂન ચલાવે છે. તેવો શનિવારે પોતાના સલૂન પરથી પરત ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન નાંગલ અને પુનગામ વચ્ચે તેમની મોટર સાઇકલને મહિન્દ્રા ઝાયલો ગાડી ચાલકે ટક્કર મારતા તેવો રોડ પર પટકાયા હતા. જેમાં તેમનું ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

જ્યારે અકસ્માત સર્જનાર ગાડી ચાલક ગાડીનું ટાયર ફાટી ગયા બાદ પણ સજોદ સુધી ભાગ્યો હતો અને ત્યાં જ ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો. તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરાર ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...