તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકને નુકશાન:સજોદ- હરિપુરા ગામે આમલાખાડીના પાણીથી શેરડીનો ઉભો પાક બળી ગયો

અંકલેશ્વર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર તાલુકાના ગામોના 5થી વધુ ખેડૂતોના ખેતરમાં શેરડીના પાકને નુકશાન

સજોદ તેમજ જુના હરિપુરા ગામ માંથી પસાર આમલાખાડી પાસે ના ખેડૂતો માટે પિયત નું પાણી ની ગરજ પુરી પાડી રહી છે. જો કે આ આમલાખાડી માં 4 દિવસ પૂર્વે કેટલાક બેજવાબદાર ઉદ્યોગકારો દ્વારા પ્રદુષિત કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા ખેડૂતો માટે સમસ્યા સર્જાય છે. કાયમ પિયત માટે પાણી લેતા કનુભાઈ પટેલ,દિનેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ ડોડીયા, દિનેશભાઈ શાંતિલાલ પટેલ સહિત ખેડૂતો દ્વારા શેરડીના પાક માં આમલાખાડી ની પાણી પિયત માટે ઉપયોગ માં લીધું હતું જેમાં કેમિકલ યુક્ત પાણી આવી જતા ખેતર ના ઉભા પાકમાં તેની અસર જોવા મળી હતી અને જમીન નો બગાડ સાથે શેરડી નો પાક પણ બળી ગયો હતો અને કેમિકલ ની અસર ને લઇ પાક સુકાઈ જવાની સાથે સાથે પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે.

આ અંગે ખેડૂત કનુભાઈ પટેલ એ જણાવ્યું હતું કે આજુબાજુ 10 થી વધુ ખેડૂતો 10 એકર કરતા વધુ પાક ને નુકશાન થયું છે. આમલાખાડી પાણી પ્રતિ વર્ષ લઈએ છે ગત વર્ષે પણ કેમિકલ યુક્ત પાણીને લઇ ખેતરમાં નુકશાન ગામના જ ખેડૂતોને થયું હતું ચાલુ વર્ષે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. 4 દિવસ પૂર્વે અચાનક કેમિકલ યુક્ત પાણી વિપુલ માત્રામાં છોડવામાં આવતા તેનાથી અજાણ ખેડૂતો પિયત માં લેતા નુકશાન પહોંચ્યું છે. જીપીસીબી દ્વારા આ બાબતે જરૂરી નજર રાખી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. તો હરિપુરા ગામ ના સરપંચ સંકેત પટેલ એ જણાવ્યું હતું કે અગાવ પણ આમલાખાડી માં કેમિકલ પાણી આવતા ખેડૂતોને નુકસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...