સેફટી ગાર્ડનું વિતરણ:પોલીસ અને રાજપુરોહિત સમાજ દ્વારા સેફટી ગાર્ડનું વિતરણ કરાયું

અંકલેશ્વર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસના સહયોગથી ત્રણ રસ્તા સર્કલ પાસે વાહનોમાં ગાર્ડ લગાવ્યા

ભરૂચ પતંગ ની દોરી એ મહિલાનો જીવ લીધા સાથે અન્ય 2 ઈસમ ને પણ ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્યારે અંકલેશ્વર માં આવી ઘટના ના બને તેવા ઉદ્દેશ્ય સાથે અંકલેશ્વર વસતા રાજપુરોહિત સમાજ દ્વારા 2 દિવસ થી અંકલેશ્વર નિઃશુલ્ક રીતે વાહનો પર સેફટી ગાર્ડ લગાવી આપી રહ્યા છે.

આજ રોજ અંકલેશ્વર શહેર પોલીસ ના સહયોગ થી ત્રણ રસ્તા સર્કલ ખાતે પુનઃ એક વાર વાહનચાલકો સેફટી ગાર્ડ નું વિતરણ કર્યું હતું જેમાં સમાજના યુવાનો દ્વારા જાતે જ આ ગાર્ડ ને વાહન ચાલકો ને લગાવી આપી માનવતાની સુવાસ મહેકાવી હતી. અંદાજે 500 થી વધુ સેફટી ગાર્ડ લગાવી આપ્યા હતા. શહેર પીઆઈ તેમજ સ્ટાફ પણ તેમની આ સેવાકીય પ્રવુતિ માં સાથે જોડાઈ ને લોકો સેફટી ગાર્ડ લગાવા માટે અપીલ કરી હતી. પર્વ કોઈના માટે માતમ નો પર્વ ના બને તે માટે તકેદારી રાખવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...