આરોગ્યની ચિંતા:અંકલેશ્વરમાં રોટરી ક્લબ દ્વારા સ્તન, ગર્ભાશય મુખના કેન્સર માટે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાયો

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 260 મહિલાએ નિદાન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું, નિષ્ણાંત તબીબોએ સેવા આપી

અંકલેશ્વર ખાતે કાર્યરત રોટરી ક્લબ દ્વારા સ્ત્રીઓ માટે સ્તન અને ગર્ભાશય મુખ ના કેન્સર અંગે વિનામૂલ્યે નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ નું ઉદઘાટન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું કેમ્પમાં 260 જેટલી મહિલાઓ એ નિદાન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. અને પોતાના રોગ નો ઈલાજ કર્યો હતો. અંકલેશ્વર રોટરી ક્લબ દ્વારા શહેરી વિસ્તારમાં જીનવાલા સ્કુલ કમ્પાઉન્ડ માં શારદા ભવન ટાઉન હોલ ખાતે રોટરી ક્લબ ઓફ ચીખલી રિવરફ્રન્ટ આલીપોર ના સહયોગ થી સ્તન તથા ગર્ભાશયના કેન્સર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા,અશોક પંજવાણી, રોટરી કલબ ઓફ અંકલેશ્વર ના પ્રમુખ જીજ્ઞેશ પટેલ, મીરાબેન પંજવાણી,પ્રોજેક્ટ ચેરમેન ડો.રુકમણી થવાની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ કેન્સર નિદાન કેમ્પમાં 260 મહિલાઓ એ નિદાન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. જીઆઇડીસી ના સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજની વાડી ખાતે પણ આ જ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે નગરપાલિકા ના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ ,ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાઈ,સહીત ના સભ્યો અને દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...