તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિલાપ:80 વર્ષીય માનસિક અસ્વસ્થ વૃદ્ધનું 3 દિવસ બાદ પરિવાર સાથે મિલન

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર ડેપો પાસે ફરતા દેખતા જાગૃત નાગરિકે મિલાપ કરાવ્યો

અંકલેશ્વર શહેર બસ ડેપો પાસે છેલ્લા 3 દિવસથી 80 વર્ષીય ઉપરાંત ના વૃદ્ધ નજરે પડી રહ્યા હતા. ત્યાંજ ક્યારેક ઓટલા પર કે પછી ડેપોમાં સુઈ જતા હતા. આ બધું અહીં પાણીની પરબ નું સંચાલન કરતા પ્રહલાદભાઈ પારેખ જેવો લોકો પ્રેત સરકારના હુલામણા નામથી ઓળખે છે. તેવો નિહાળી રહ્યા હતા. ગત રાત્રી વૃદ્ધ ડેપોમાં સુતા હતા ત્યારે ચોરો તેમની પાસે રહેલ સમાન અને કપડાં પણ ચોરી કરી લઇ ગયા હતા.

જે જાણ થતા પ્રહલાદભાઈએે 80 વૃદ્ધને બોલાવી ભોજન કરાવ્યું હતું અને ત્યારબાદ તેને પૂછપરછ કરતા સાહોલ ખાતે તેમના બહેનને ત્યાં રહેતા હોવાની માહિતી મળી હતી અને તેઅો ગોવિદભાઈ કેશવભાઈ સલાટ હોવાનું જણાવ્યું હતું. જે અંગે પ્રહલાદભાઈએ મિત્રો થકી સાહોલ ગામનો સંપર્ક કર્યો હતો અને શિક્ષક નિલેશ સોલંકી સંપર્ક આવતા તેમની મદદથી 80 વર્ષીય વૃદ્ધના સાહોલ ખાતે બહેનનો સંપર્ક થયો હતો અને તેવો તેમના દીકરા તેમજ ભાણેજને લેવા મોકલ્યા હતા. જેવો પરબ પર આવતા જ ભાવાત્મક દ્રશ્યો જોવા મળ્યા હતા. માનસિક અસ્વસ્થ ગોવિંદ ભાઈ ઘર તેમજ સરનામું ભૂલી ગયા હતા. પરિવાર દ્વારા પ્રહલાદ ભાઈ તેમજ શિક્ષક નિલેશભાઈ સોલંકીનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...