વિવાદ:હાંસોટની 125 વર્ષ જૂની શૈક્ષણિક સંસ્થાના 3 હોદ્દદારોના રાજીનામા

અંકલેશ્વર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિસાબ ઓડિટને લઇ ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો વચ્ચે મતભેદ ઉભો થયો
  • નિયમિત ઓડિટ​​​​​​​ થતું હોવા છતાં સભ્ય દર મહિને હિસાબો માંગતાં હતાં

હાંસોટ તાલુકાના 125 વર્ષ જૂની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા માં જેની ગણના થતી અને જે હાઇસ્કુલ સમાજને ઉચ્ચ કોટીના ડોક્ટર વકીલ રાજકીય આગેવાનો આપ્યાં હતાં તે સંસ્થાની હાલત હાલ અંદરોઅંદર વિવાદો ઉભા કરી સંસ્થાની ગરીમાને ઘકકો લગાડી રહ્યા છે.

3તા. 3/10 /21 ના રોજ સંસ્થાની વાર્ષિક સાધારણ સભા હતી અને જેમાં સભાના અંતે પ્રમુખ સ્થાનેથી કામ લઇ સંસ્થાના પ્રમુખ ડો.અશ્વિનભાઈ કાપડિયા એ રાજીનામું ધરી દેતા સભા માં સન્નાટો વ્યાપી ગયો હતો. તેની પાછળ સંસ્થાના ઉપ પ્રમુખ પંકજ ભાઈ શેઠ તથા મંત્રી વિનોદભાઈ શેઠ અને નિલેશભાઈ મોદી એ પણ રાજીનામું ધરી દીધા હતા.

આ બાબતે સંસ્થાના મંત્રી વિનોદભાઈ સાથે ની ટેલીફોનીક વાતચીત માં તેઓએ જણાવ્યું હતું કે સંસ્થા નિયમિત રીતે ઓડિટ કરાવે છે છતાં છેલ્લા ઘણા સમયથી સંસ્થાના સભાસદ ગૌરાંગ ભાઈ કાપડિયા અમોને હેરાન કરી રહ્યા હતા દર મહિને સંસ્થાના હિસાબો અંગે વિવિધ પ્રકારની માંગણી કરી રહ્યા હતા અને આગલા પાંચ વર્ષનો હિસાબ તેઓ માંગણી કરી રહ્યા હતા આથી કંટાળીને અમોએ રાજીનામું આપી ચાર્જ સહમંત્રી દીક્ષિત ભાઈ શેઠને સુપરત કરેલ છે હવે શું થાય છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...