રેસ્કયું:પૂરમાં ફસાયેલા આલીયાબેટના રહીશોને સલામત સ્થળે ખસેડાયા

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આલીયાબેટ ખાતે વાગરા મામલતદાર તેમજ સ્ટાફ ના સભ્યો લોકો સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ આરંભી હતી. - Divya Bhaskar
આલીયાબેટ ખાતે વાગરા મામલતદાર તેમજ સ્ટાફ ના સભ્યો લોકો સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ આરંભી હતી.
  • આલીયાબેટ ચારે તરફ પાણી ફળી વળતા નીકળવું પણ મુશ્કેલ હતું : વાગરા તાલુકાના મામલતદાર તેમજ અધિકારીઓની ટીમ લોકોની મદદે આવી

આલીયાબેટના રહીશોને નર્મદાના પૂરમાં સલામત સ્થળે તંત્રએ ખસેડ્યા હતા. આલીયાબેટ ચારે તરફ પાણી ફળી વળતા નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.વાગરા તાલુકાના મામલતદાર તેમજ અધિકારીના આલીયાબેટ ખાતે ધામા નાખી લોકો નીચાળવાળા વિસ્તારમાંથી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી 23 દરવાજા ખોલી છોડવામાં આવેલા નર્મદા નદીના ધસમસતા પ્રવાહે સતત બીજા વર્ષ નર્મદા નદીને 2 કાંઠે કરી છે. જેને લઇ જિલ્લા 4 તાલુકાનાનદી કાંઠે વસેલા વિવિધ ગામનો અસરગ્રસ્ત બન્યા છે.

નર્મદા નદીના 29 ફૂટપાણીની સપાટી આલિયા બેટ કિનારે થી માત્ર 3ફૂટ નીચે જોવા મળી હતી. હાંસોટ તરફનાભાગે વરસાદી પાણીનો ભરાવો થતા આ તરફ નીકળવું મુશ્કેલ બન્યું હતું અલિયાબેટ ચારે બાજુ થી ટાપુમાં ફેરવાય ગયો હતો.સ્થાનિક 500 થી વધુ ફકીરાની જત કબીલા વાસીઓ બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યુંહતું. નાવડી છે પણ નર્મદા નદી નીકળવું મોતને નિમંત્રણ આપવા સમાન હતું તો હાંસોટ તરફ પરિવાર સાથે જવું જીવનું જોખમ ઉભી કરે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેને લઇ સવારથી વાગરા માલતદાર તેમજ સ્ટાફના સભ્યો આલીયાબેટ ખાતે ધામા નાખી નીચાળવાળા વિસ્તાર માંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા અને તેમના માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરી હતી.

અભેટા ગામ તરફ લોકોને લઇ જવાયાં
નીચાળવાળા વિસ્તારમાંથી સ્થળાંતર તંત્ર જોડે રહી કરાયું ગત રાતથી જ વાગરા મામલતદાર સહીત અધિકારી ટેલિફોનિક સંપર્કમાં હતા અને રવિવારે નીચાળવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. નર્મદા નદીમાં પાણી પ્રવાહ વધુ હોવાથી નર્મદા નદી સામે કાંઠે જવું પણ મુશ્કેલ છે. હાંસોટ તરફ અંભેટા ગામ ખાતે લોકોને લઇ જવાયા છે. > મહમદભાઈ જત,કબીલા મુખી, આલીયાબેટ

અન્ય સમાચારો પણ છે...