રેસ્ક્યૂ:ભરૂચ નજીક પાણીના ખાડામાં 24 કલાકથી ફસાયેલાં યુવાનનું રેસ્ક્યૂ

અંકલેશ્વર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયકલ સવારોની નજર યુવાન પર પડતાં તેની મદદે દોડ્યાં

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે છાપરા પાટીયા પાસે રોડની સાઇડમાં આવેલા પાણીમાં એક અસ્થિર મગજનો વ્યક્તિ પડી ગયો હતો. ત્યારે આજે ત્યાંથી પસાર થતા બે સાયકલ લિસ્ટ બનાવની જાણ ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટને કરતા ભારે જહેમત બાદ વ્યક્તિનો જીવ બચાવ્યો હતો.

ભરૂચ અને અંકલેશ્વરના સાયકલ લિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ શુક્રવારના રોજ પણ રાબેતા મુજબ સાયકલિંગ કરવા નીકળ્યા હતા. તે સમયે છાપરા પાટીયા પાસે રોડની સાઇડમાં આવેલા પાણીમાં ગઈકાલ સાંજથી એક અસ્થિર મગજનો વ્યક્તિ ફસાઈ ગયો હતો.

આ જોતા જ બંને સભ્યોએ એક પળનો પણ સમય વ્યર્થ કર્યા વગર 108 એમ્બ્યુલન્સ તથા ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ તથા રેસ્ક્યૂ ડિપાર્ટમેન્ટ માં જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ ઈમરજન્સી ફાયર વિભાગની ટીમ ના લાશ્કરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી. ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ તથા રેસ્ક્યૂ ડિપાર્ટમેન્ટ ના જવાનોએ દોરડા વડે નીચે પડી ગયેલી વ્યક્તિ રેસ્ક્યૂ કરીને બહાર કાઢી લાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...