આવેદન:જીએસટી સહિતના વિવિધ મુદ્દે નાણામંત્રીને રજૂઆત

અંકલેશ્વર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બળદેવ પ્રજાપતિની નિર્મલા સીતારામન સાથે મુલાકાત
  • ઉદ્યોગો પડી રહેલી સમસ્યા અંગે પણ ચર્ચા કરી

નાણામંત્રી નિર્મલા સીતારામનને જીએસટી સહિતના મુદ્દે રજૂઆત કરાઈ હતી. લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવ પ્રજાપતિની નાણામંત્રી નિર્મલા સીતારામન સાથે મુલાકાત લીધી હતી. જિલ્લા ઉદ્યોગો સહિત દેશના ઉદ્યોગો પડી રહેલી સમસ્યા અંગે પણ રજૂઆત કરી ચર્ચા વિમર્શ કરી હતી. લઘુ તેમજ મધ્યમ કદના ઉદ્યોગો માટે જાહેર કરેલી રાહતો બદલ આભાર માન્યો હતો. રજુઆતના મુદ્દે ફેર વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે એવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું.

અંકલેશ્વર ના અગ્રણી ઉદ્યોગપતિ તેમજ લઘુ ઉદ્યોગ ભારતી ના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવ પ્રજાપતિ સહિતની ટીમે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન સાથે મુલાકાત કરી હતી અને ઉદ્યોગોને લગતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવ પ્રજાપતિ ઉપરાંત ઉપાધ્યક્ષ તારાચંદ વેલજી સહિતની ટીમે કેન્દ્રના નાણાં મંત્રી નિર્મલા સીતારમન સાથે મુલાકાત કરી હતી. તેમણે હાલમાં જ તેના દ્વારા ઉદ્યોગો માટે જાહેર કરેલા પેકેજ માં લઘુ તેમજ મધ્યમ વર્ગના ઉદ્યોગો માટે જે રાહત તો આપી છે તે બદલ તેમનો આભાર માન્યો હતો અને સાથે જ ઉદ્યોગો માટે રજૂઆત કરી હતી.

ખાસ કરીને ફાયબર ડ્રમના જીએસટીમાં 12 ટકા થી લઈને 18 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા સમાન જીએસટી ની વાત કરવામાં આવી છે પરંતુ સીએસટી સહિતના અનેક વિભાગો પાડી દેવામાં આવ્યા છે.

જેમાં વેપારીઓ અને લઘુ તેમજ મધ્યમ કદના ઉધોગોને વધુ તકલીફ ઉભી થાય છે. આ ઉપરાંત ટીસીએસ અને ટીડીએસ ના લગતા પ્રશ્નો અંગે પણ અસરકારક રજૂઆત કરી હતી. જે સાંભળીને કેન્દ્રીય નાણામંત્રી દ્વારા આ બાબતે ફેર વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે એવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...