કામગીરી:હાંસોટના આસ્તા ગામે એનસીટીની લાઈનનું સમારકામ પૂર્ણતાના આરે

અંકલેશ્વર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાતથી જ એનસીટીના ગાર્ડ પોન્ડમાં રહેલું દૂષિત પાણી ડિસ્ચાર્જ કર્યું
  • બુધવારે ​​​​​​​સવારથી ઇન્ડસ્ટ્રીઝનો ઇનલેટ લેવાની શરૂઆતની શક્યતા

હાંસોટ આસ્થા ગામ પાસે પડેલ એનસીટી લાઈન સમાર કામ પૂર્ણતાના આરે આવ્યું છે. મોડી રાત્રીથી ડિસ્ચાર્જ શરુ કરવામાં આવશે. પ્રથમ એન.સી.ટી ગાર્ડ પોન્ડ માં રહેલ પાણી ડિસ્ચાર્જ કર્યા બાદ બુધવાર ની સવાર થી ઇન્ડસ્ટ્રીઝ નો ઇનલેટ લેવાની શરૂઆત ની શક્યતા છે.

હાંસોટના આસ્થા ગામ ખાતે મુખ્ય માર્ગ પર બી.એસ.એન.એલ દ્વારા કેબલ માટે કરવામાં આવી રહેલ ખોદકામ દરમિયાન એનસીટી ની લાઈન માં સોમવાર ના સવારે ભંગાણ સર્જાયું હતું. એનસીટી દ્વારા ત્વરિત અસર થી અંકલેશ્વર -પાનોલી જીઆઇડીસી ના કેમિકલ પાણી નો ડિસ્ચાર્જ એનસીટી તરફ નો બંધ કરાવી દેવામાં આવ્યો હતો. અને લાઈન નું સમારકામ હાથ ધર્યું હતું. 24 કલાક થી ચાલી રહેલા સમારકામ લાઈનનું લેમિનેશન વર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે. હાલ લાઈન ને ડ્રાય કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. મંગળવાર ના મોડી રાત્રી ના સમારકામ પૂર્ણ થવાની શક્યતા એનસીટી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...