અંકલેશ્વર સુરવાડી રેલવે ફાટક પાસે માપણી દરમિયાન રેલવે દ્વારા તેમની હદમાં ગેરકાયદેસર બનાવેલા 55થી 57 મકાનો તોડી પાડવા સુચનાઓ આપવામાં આવી હતી. જોકે તેમ છતાંય ગ્રામજનોએ દબાણો નહિ હટાવતા આજે 2જી જાન્યુઆરીના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
રેલ્વે વિભાગની જમીનમાં બાંધેલા દબાણો દૂર કરાયા
અંકલેશ્વરના સુરવાડી ગામને અડીને આવેલા નવા બોરભાઠા બેટ ગામના રહીશો દ્વારા રેલ્વે વિભાગની જમીનમાં 55થી 57 ગેરકાયદેસર મકાન બાંધ્યા હોવાના કારણે રેલ્વે વિભાગ દ્વારા જમીન માપણી કરી તોડવા માટે 3 મહિના પહેલા પહોંચ્યા હતા. જે બાદ ગ્રામજનો સજ્જડ વિરોધ નોંધાવતા જે તે વખતે ડીમોલેશન કામગીરી અટકાવી દેવામાં આવી હતી. ગ્રામજનોએ પણ રસ્તા પર લાકડાં મૂકી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. રેલવે વિભાગ પણ ગ્રામજનોને પોતાના ગેરકાયદેસર કરીને બનાવેલા દબાણો હટાવી લેવા પણ સુચનાઓ આપી હતી.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવાયા
જોકે ગ્રામજનોએ કરેલા દબાણો નહિ હટાવતા આજે 2જી જાન્યુઆરીના રોજ સુરવાડી ફાટક નજીક ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી રલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. રેલ્વે તંત્રએ તેમની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી. રેલ વિભાગ દ્વારા સ્થાનિકો સાથે ઘર્ષણ ટાળવા રેલ્વે પોલીસ, GRD અને સ્થાનિક પોલીસના સહિત 25 અધિકારીઓ અને 175 જવાનો પોલીસ કાફલા સાથે દબાણ હટાવવાની કાર્યવાહીમાં જોતરાયા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.