તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિકાલ:અંલેશ્વરમાં કેમિકલ વેસ્ટનો પુનઃ બિન અધિકૃત નિકાલ

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉમરવાડાની સીમમાં કેનાલ નજીક ઠલવાયેલો કેમિકલ બેગનો જથ્થો. - Divya Bhaskar
ઉમરવાડાની સીમમાં કેનાલ નજીક ઠલવાયેલો કેમિકલ બેગનો જથ્થો.
  • ઉમરવાડાની સીમમાં કેનાલ નજીક જાહેરમાં પીગમેન્ટ-ડાઇઝ વેસ્ટનी 100થી વધુ બેગનો નિકાલ થયો

અંકલેશ્વરમાં હવે કેમિકલ વેસ્ટના પુનઃ બિન અધિકૃત નિકાલ કાંડ સામે આવ્યું છે. અગાવ ઇન્ડસ્ટ્રીઝ માંથી પ્રદુષિત પાણીને બારોબાર નિકાલ જોવા મળ્યો હતો. ઉમરવાડા ની સીમ માં કેનાલ નજીક જાહેરમાં પીગમેન્ટ -ડાઇઝ વેસ્ટ ના 100 થી વધુ બેગ નો નિકાલ કરી કેમિકલ વેસ્ટ માફિયાઓ ફરાર થઇ ગયા હતા. 2 દિવસ પૂર્વે થયેલા નિકાલ અંગે જાગૃત નાગરિક દ્વારા જીપીસીબી ફરિયાદ કરતા સેમ્પલ લીધા હતા. કેમિકલ વેસ્ટ ક્યાંથી આવ્યો તે ચર્ચા નો વિષય છે. રાત્રી ના અંધારા માં કેમિકલ વેસ્ટ ઠાલવી અસામાજિક તત્વો ફરાર થઈ ગયા હતા.

અંકલેશ્વર જીઆઇડીસીમાં બી અને સી પમ્પીંગ સ્ટેશન વિસ્તાર માં પ્રદુષિત પાણી હજી પણ વહેતુ નજરે પડી રહ્યું છે આ વચ્ચે અંકલેશ્વર ના ઉમરવાડા ગામ ની સીમ માં બિન અધિકૃત રીતે કેમિકલ યુક્ત ડાઇઝ એન્ડ પીગ્મેન્ટ વેસ્ટનો નિકલ કરવામાં આવ્યો હતો. છેલ્લા 2 દિવસ થી ઉમરવાડા ગામ ની સીમ માં નહેર ને અડી ને આવેલ ખેતર પાસે જાહેર માં કેમિકલ વેસ્ટ ની 100 થી વધુ ભૂરા રંગની બેગ નો નિકાલ કરવામાં આવ્યો છે જે અંગે સ્થાનિક રહીશ અને જાગૃત નાગરિકને જાણ થતા અંગે જીપીસીબી માં ફરિયાદ કરી હતી અંકલેશ્વર જીપીસીબી ને જાણ કરવામાં આવતા ગુરુવાર ના રોજ મોનીટંરીગ ટીમ એ સ્થળ તપાસ આરંભી હતી અને સેમ્પલ લીધા હતા. તેમજ કેમિકલ વેસ્ટ ઉઠાવી લેવા માટે સબંધિત વિભાગ ને તાકીદ કરતા તેમના દ્વારા બપોર બાદ વેસ્ટ ઉઠાવી લેવા ની તજવીજ આરંભી હતી.

અંધારાનો લાભ લઈને માથાભારે ઈસમો કેમિકલયુક્ત બેગ ઠાલવી જાય છે
છેલ્લા 2 દિવસથી અમારા ગામ વિસ્તારમાં રાત્રે અંધારામાં કેમિકલ યુક્ત બેગ અંદાજિત 100થી વધુ બેગ કોઈ માથાભારે ઈસમો દ્વારા ઠાલવી જતા રહ્યા હતા. અમારા ગામ વિસ્તાર અવારનવાર કચરો નિકાલ કરી જતા રહે છે. જીપીસીબી દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પણ પેટ્રોલિંગ કરી આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. તેમજ આ બાબતે જેપણ જવાબદાર તત્વ હોઈ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગ છે.> ઇમરાન દેસાઈ, જાગૃત નાગરિક.

અન્ય સમાચારો પણ છે...