તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ભંગાર માર્કેટમાંં પુનઃ આગ, 3 ગોડાઉન ભષ્મીભૂત

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંક્લેશ્વર શહેરમાં આવેલાં રંગોલી માર્કેટના 3 ભંગારના ગોડાઉનમાં બે દિવસ પહેલાં જ આગ લાગી હતી

પુનઃ ભંગાર માર્કેટ આગની કમઠાણ જોવા મળી રહ્યું છે. આદર્શ માર્કેટ માં 3 જેટલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી 2 દિવસ પૂર્વે જ બાજુ માં આવેલ રંગોળી માર્કેટમાં 3 ભંગારના ગોડાઉન રાત્રી ભીષણ આગ લાગી હતી. આદર્શ માર્કેટ માં એક ગોડાઉન માં લાગેલી આગ 3 ગોડાઉનને ચપેટમાં લીધા હતા. કેમિકલ યુક્ત પ્લાસ્ટિક ની બેગ નો વિપુલ જથ્થો જોવા મળ્યો હતો.

ભડકે બળતા ગોડાઉન ની આગ પર કાબુ મેળવવા 6 જેટલા ફાયર ફાયટરો કામે લાગ્યા હતા. તાલુકા ડિઝાસ્ટર ટીમ સહિત જીપીસીબી ની મોનિટરિંગ ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી અંકલેશ્વર ના ભંગાર માર્કેટમાં ઉપરાછાપરી આગ લાગવાની ઘટના સામે આવી રહી છે બે દિવસ પૂર્વે જ રંગોળી માર્કેટમાં આગ લાગ્યા બાદ હવે શનિવાર ના બપોરે અચાનક આદર્શ માર્કેટ માં આગ ભભૂકી ઉઠી હતી. કેમિકલ યુક્ત પ્લાસ્ટિક ની બેગો સહીત વિપુલ ભંગાર નો જથ્થો ભરેલો હતો જેમાં જોત જોતા માં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને એક પછી એક 3 જેટલા ગોડાઉન ને ચપેટ માં લઇ લીધા હતા આગ માં ધુમાડા ના ગોટેગોટ ઉડતા 50 મીટર કરતા ઉપર સુધી દેખાદીધા હતા.

ઘટના અંગે ડીપીએમસી ફાયર ને જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ ને કાબુ માં લેવા ના પ્રયત્નો આરંભ્યા હતા જેની મદદે પાનોલી ફાયર અને નગરપાલિકા ફાયર ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને 3 કલાક ઉપરાંત ની જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગમાં કોઈ જાનહાની સર્જાય ના હતી. પરંતુ આગ નું વિકરાળ સ્વરૂપે એક તબક્કે અફરા તફરી નો માહોલ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...