તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:2017નાં એનજીટીના હુકમ મુજબ ધારાધોરણો નિયત કરવા પુનઃ માગ

અંકલેશ્વરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 5 વર્ષ સુધી PCBCનો અભ્યાસ, નોમ્સમાં સુધારો ના થતા અંકલેશ્વરના ઉદ્યોગ મંડળમાં નારાજગી

સીપીસીબી આયોજિત વેબિનોરમાં 2016 ના કોર્ટ ના હુકમ તેમજ 2017 માં એનજીટી ના હુકમ આધારે નોમ્સ નિયત કરવા પુનઃ માગ કરાયા છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા છેલ્લા 5 વર્ષ ઉપરાંત થી આઉટ લેટ અને ઇનલેટ ના ડીપ સી ના નોમ્સ સુધારવા માગ ચાલુ છે. 5 વર્ષ સુધી સીપીસીબી નો અભ્યાસ કરવા છતાં હજી નોમ્સ માં સુધારો ના થતા ઉદ્યોગ મંડળમાં નારાજગી વ્યક્ત કરી હતી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા શુક્રવારે દેશભરના સીઇટીપી સંચાલકો સાથે વેબિનાર યોજી સીઇટીપીને વધુ કારગત બનાવવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

જેમાં પુનઃ અંકલેશ્વરના સીઇટીપી સંચાલકોએ જણાવ્યુ હતું કે તમામ સીઇટીપીમાં સારુ પરિણામ લાવવું હોય તો આઉટલેટ સીઓડીની માત્રા 250 થી વધારી 500 કરવી જોઇએ. આ માંગ સાથે પાનોલી, વાપી, વટવા સહિતના તમામ એસ્ટેટના સંચાલકોએ એક મત થઇ આ અંગે પુનઃ રજુઆત કરી હતી. કોરોનાના કારણે સીપીસીબી દ્વારા દિલ્લીથી સીઇટીપીના સંચાલકો સાથે ઓનલાઇન બેઠક (વેબિનાર)નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વધારી 500 કરવી જોઇએ. 250 થી વધુ સીઓડી આવતાં ખોટુ અર્થઘટન કરવામાં આવે છે.

સીઈટીપીના આઉટલેટની માત્રામાં વધારો કરી આપવા, સીઈટીપીના રિઝલ્ટ યોગ્ય મળી શકે છે જેવા મુદ્દા પર રજુઆત કરી હતી અંકલેશ્વર દ્વારા આ અંગે અગાવ હાઇકોર્ટ નાઆ આવેલા હુકમ તેમજ એનજીટી ના હુકમ ની પણ રજુઆત કરી હતી. જે આધારે નોમ્સ આપવામાં આવે તેવી માગ કરી હતી અને વર્ષો થી ડીપ સી ના બદલે હજી પણ ગ્રાઉન્ડ વોટર સરફેસ નોમ્સ લાગુ છે. આ અંગે સીપીસીબી દ્વારા જરૂરી અભ્યાસ પણ કરવામાં આવ્યો છે. અને તેના કંટીયાજાળ નજીક પરિણામોનું પૃથક્કરણ પણ કરવામાં આવ્યું છે જે અભ્યાસ આધારે લાગુ પડેલા નોમ્સ માં હજી સુધી સુધારો કરવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો