માંગ સંતોષાઈ:અંકલેશ્વરના વોર્ડ-8માં RCC રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષના વોર્ડમાં પેવર બ્લોક અને રોડની વર્ષો જૂની માગ સંતોષાઈ

અંકલેશ્વર પાલિકાના વોર્ડ નંબર 8માં ફૈઝ પાર્ક સુધીના આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. રણછોડરાય નગર થી ફૈઝ પાર્ક સુધી ના રૂપિયા 7 લાખ 79 હજારના ખર્ચે પેવર બ્લોક અને આરસીસી રોડ ના કામો નું ખાતમુહૂર્ત પાલિકા પ્રમુખ વિનય વસાવા ના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વોર્ડ ના સભ્યો બખ્તિયાર પટેલ, જહાંગીર ખાન પઠાણ તેમજ ભાજપ લઘુમતી મોરચાના જીકટીયાર પટેલ તેમજ નગર પાલિકા ના અધિકારીઓ અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. વિપક્ષના વોર્ડ ના સત્તા અને વિપક્ષ ના બંને પક્ષ ના સભ્યો સાથે રહી ખાતમુહૂર્ત કરી પ્રજા ના પ્રશ્નો વાંચા આપવાનો પ્રયાસ સાથે પાલિકા પ્રમુખ દ્વારા તમામ વોર્ડ વિકાસ માટે પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. વિપક્ષ દ્વારા સતત્ત સત્તા પક્ષ દ્વારા વિપક્ષ ના વોર્ડ પ્રત્યે ઓરમાયું વર્તન ની ફરિયાદ વચ્ચે તેમને જ સાથે રાખી નવો ચીલો ચીતરતા સાથે ખાતમુહૂર્ત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...