અંકલેશ્વરની પૂર્વી પાટીલે બીએસસી એન્વાયરમેન્ટ સાયન્સ માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. પી પી સવાણી યુનિવર્સિટી અભ્યાસ કરતી પૂર્વી પાટીલ ને એન્વાયરમેન્ટ માં સુધારા અંગે પર્યાવરણ ક્ષેત્રે દેશ માટે કામ કરવાની ખેવના વ્યક્ત કરી હતી. કોરોના કાળમાં સારું પરિણામ મેળવવા માટે અથાગ પરિશ્રમ કર્યા હતા. પરિવાર અને પ્રાધ્યાપક ના માર્ગદર્શન હેઠળ આ પરિણામ મેળવ્યું હતું. તાજેતરમાં જ ખરોડ પી.પી.સવાણી યુનિવર્સિટી ખાતે યોજાયેલા પદવીદાન સમારંભ માં પૂર્વી પટેલ એ ગોલ્ડ મેડલ મેળવી પરિવાર અને સમાજ નું નામ રોશન કર્યું હતું.અંકલેશ્વર -વાલિયા રોડ પર કાપોદ્રા પાટિયા પર આવેલ ક્રિષ્ના પાર્ક ખાતે રાજેન્દ્રભાઈ પાટીલ ની પુત્રી પૂર્વી પાટીલ પી.પી સવાણી યુનિવર્સિટી માં બી એસ સી એન્વાયરમેન્ટ સાયન્સ માં યુનિવર્સિટી ખાતે ટોપ રેંક મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. કોરોના કપરા સમયમાં પરિવાર અને કોલેજ પ્રાધ્યાપક અને આચાર્ય ના જરૂરી માર્ગદર્શન અને સૂચન સાથે અથાગ પરિશ્રમ કરી આ સિદ્ધિ મેળવી હોવાનું પૂર્વી પાટીલ એ જણાવ્યું હતું વધુમાં તે આગામી દિવસોમાં પર્યાવરણીય પડકાર ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરી એમ.બી.એ કરવાની સાથે સાથે પર્યાવરણ ક્ષેત્રે કામગીરી કરવાની ઈચ્છા દર્શાવી હતી. ઔદ્યોગિક વિસ્તાર ની ચિંતા કરતા જો તક મળશે તો જીપીસીબી સાથે પણ કામગીરી કરવા માટે તત્પરતા દર્શાવી પોતાની આ સિદ્ધિ બદલ કોલેજ તેમજ પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.