તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:અંકેશ્વરમાં મામલતદાર કચેરીમાં જન સેવા કેન્દ્ર બંધ થતા હાલાકી

અંકલેશ્વર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાતિના દાખલા સહિતના દસ્તાવેજો માટે લોકોને ધરમધક્કા ખાવાનો વારો

એક તરફ રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 ને માસ પ્રમોશન આપ્યા ના 25 દિવસ બાદ પરિણામ અંગે ની ગાઈડ લાઈન ગતરોજ બહાર પાડી છે. તો ધોરણ 12 ની પરીક્ષા રદ કરી છે અને હજી પણ વિદ્યાર્થીઓ પરિણામ અંગે ની ગાઈડ લાઈન બહાર જાહેર કરી નથી આ વચ્ચે વિવિધ શાળાઓમાં ધોરણ 11 ના એડમિશન ની શરૂઆત થઇ ગઈ છે. ત્યાં એડમિશન પૂર્વે જાતિનો દાખલો સહિત અગત્યના રેકર્ડ ફોર્મ સાથે આપવા જરૂરી બન્યા છે.

જે વચ્ચે હાલ કોરોના મહામારી ને લઇ મામલતદાર કચેરી ખાતે કાર્યરત જન સેવા કેન્દ્ર તંત્ર ના બીજા પરિપત્ર ના આવે ત્યાં સુધી કલેક્ટર ભરૂચ દ્વારા જાહેરનામું બહાર પાડી કામગીરી બંધ કરવામાં આવી છે. જેને લઇ હામ આવકનો દાખલો જાતિનો દાખલો કે અન્ય દાખલો કે આધારકાર્ડ માં સુધારા વધારા થઇ શકતા નથી. શાળામાં પડતા દાખલ તેમજ સર્ટી ને લઇ વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે. તો તેમના વાલીઓ દ્વારા અજાણતા માં ધરમ ના ધક્કા ખાવા પડી રહ્યા છે. તંત્ર દ્વારા આગોતરું આયોજન કરી જરૂરી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ અંકલેશ્વર વાલી મંડળ દ્વારા કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...