તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રને બ્રહ્મજ્ઞાન લાધ્યું:શહેરમાં જાહેર બાગ-બચીચા બંધ કરાયા

અંકલેશ્વર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અંકલેશ્વર GIDCમાં શાકમાર્કેટ- તળાવ વૉકિંગ ટ્રેક પર પ્રવેશ બંધી

અંકલેશ્વર નોટીફાઈડ તેમજ શહેર માં જાહેર બાગ-બચીચા બંધ કરાયા હતા. જીઆઇડીસીમાં શાકમાર્કેટ પણ બંધ કરાયું હતું. જીઆઇડીસી તળાવ વૉકિંગ ટ્રેક પણ બંધ કરવામાં આવ્યો હતો. શહેરના જવાહર બાગ , પુરષોત્તમ બાગ, સિનિયર સીટીઝન બાગ સહીત અન્ય નાના મોટા બાગ બંધ કરાયા છે. કોરોના પુનઃ બેકાબુ બન્યા બાદ તંત્રને બ્રહ્મજ્ઞાન મળ્યું હોવાનું જોવા મળ્યું છે. અંકલેશ્વર શહેર તેમજ નોટીફાઈડ વિસ્તાર એવા અર્બન ભાગ માં કોરોના બેકાબુ બન્યો છે અને છેલ્લા 4 દિવસ માં 26 કોરોના દર્દી નોંધાયા છે.

ત્યારે હવે નોટીફાઈડ અને પાલિકા તંત્ર કોરોનાને કાબુ માં લેવા માટે બ્રહ્મજ્ઞાન રૂપી નિર્ણય જાહેર કર્યો છે. અને સૌ પ્રથમ આનંદ-પ્રમોદ ના ભાગ રૂપ વિવિધ બાગ બગીચા બંધ કરવામાંનો નિર્ણય કર્યો છે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં કોરોનાના વધતાં સંક્રમણને લઈ મહત્વનો નિર્ણય જાહેર કર્યો હતો. નોટિફાઇડ એરિયામાં આવેલા જાહેર સ્થળો જોગર્સ પાર્ક, સુવર્ણા જયંતિ ઉધ્યાન, કમલમ ગાર્ડન, જીઆઇડીસી તળાવ, ચિલ્ડ્રન’સ પાર્ક, વેજીટેબલ માર્કેટ હંગામી ધોરણે બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

અંકલેશ્વર નગરપલિકા દ્વારા પણ શહેરમાં સેનિટાઇઝ કામગીરીનો પ્રારંભ કર્યો હતો તેમજ અંકલેશ્વર નગર ના જવાહર બાગ, સિનિયર સીટીઝન બાગ, સહીત શહેર ના વિવિધ જાહેર સ્થળ એવા બાગ બગીચા બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો